Publisher Theme
I’m a gamer, always have been.

રખિયાલ પી એસ આઈ એમ એમ ગઢવી કાનૂનાં બાદશાહ કુંભકર્ણની નિંદ્રામાં.દારૂ પીધેલ હાલત માં આખી રાત વ્યક્તિ રોડ ઉપર પડી રહ્યો સવારે થયુ મોત

0 29

રિપોર્ટર દિનેશચંદ્ર શાહ બૌદ્ધિક ભારત દહેગામ

પ્રાપ્ત માહિતી અનુસાર ગણા સમય થી રખિયાલ પોલીસ સ્ટેશન ની હદ માં દારૂ નો વેપાર પી એસ આઈ એમ એમ ગઢવી ની રહેમ નજર હેઠળ ધમ ધમી રહયો છે તેવી લોક ચર્ચાઓ જોર પકડી રહી છે.જેમાં એક નવો વળાંક આવ્યો છે.સગદલપૂર ગામના રહેવાસી ઠાકોર જાલમસિંહ મોહનસિંહ મોડી રાત્રે રખિયાલ ગામે દારૂ પી ને રોડ ની સાઈડ માં પડેલા હતા તેમની જોડે થી ગણી બધી ગાડીઓ તથા પોલીસ પેટ્રોલિંગ ની ગાડી ઓ પણ નીકળી ચૂકી હશે. તો રખિયાલ પોલીસ આ વ્યક્તિ ઉપર કેમ ધ્યાન નાં દોર્યું. જો રખિયાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવી પોતાને કાનૂન નો બાદશાહ સમજતા હતા તો એક સામાન્ય માણસ નું મોત થયુ તે પહેલાં તેને સારવાર માટે હોસ્પિટલ કેમ નાં લઈ ગયા જો ટાઈમ સારવાર આપવામાં આવી હોત તો આ માણસ આજે પરીવાર ની સાથે હોત.જ્યારે સગદલપૂર ગામ માં ઠાકોર સમાજમાં કોઈ નું મૃત્યુ થાય તો દફન વિધિ કરવામાં આવે છે.જ્યારે ઠાકોર જાલમસિંહને અગ્નિ સંસ્કાર કેમ કરવામાં આવ્યો.? શું રખિયાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવી એ કોઈ આગળ મોટું રાજ નાં ખુલે તેના પુરાવાનો નાશ કરાવ્યો ? રખિયાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવી એ મૃતક યુવક નું પી એમ પણ નાં થયું તો ત્યાં પણ તેમને કોઈ ચાલ ચલાવી ? રખિયાલ આરોગ્ય કેન્દ્ર કોઇ નું મડર થયું હોય તો પી એમ સીવાય ડેડ બોડી કોઈ ને નથી આપતા તો આ એક સામાન્ય માણસ ની બોડી નું પી એમ કેમ કરવામાં નાં આવ્યું. લિહોડા દારૂ કાંડ જેવા કાંડ ને સૂપાવી દેવામાં આવ્યો ? એવા ગણા બધા પ્રશ્નો ની ચર્ચાઓ રખિયાલ સ્ટેશનની હદમાં ચાલી રહી છે. જો આ વ્યક્તિ નું મૃત્યુ થયું તેની આજબાજુના સી સી ટી વી કેમેરા ચેક કરવામાં આવે તો આ ભાઇ ની રાત કેવી રીતે ગુજરી તે સામે આવે.

Leave A Reply

Your email address will not be published.