Publisher Theme
I’m a gamer, always have been.

રાજકોટ ખાતે બનેલી કમનસીબ ઘટનાને પગલે હાલોલ તાલુકા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હાલોલ નગર સહિત પાવાગઢ ખાતે ફાયર એનઓસી સહિતનો સર્વે હાથ ધરાયો

0 30

દીપક તિવારી પંચમહાલ

રાજકોટના કાલાવડ ખાતે આવેલી ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દર્દનાક દુઃખદ અને કમ નસીબ ઘટનામાં નિર્દોષ મને રમત રમવા ગયેલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં કેટલા નાના માસુમ ભૂલકાઓ પણ સામેલ છે જેને લઈને સમગ્ર ગુજરાતની આંખો રડી રહી છે અને અનેક ક્ષતિઓ સાથે ચાલતા આવા ગેમ ઝોન સામે સમગ્ર ગુજરાતના લોકોમાં ભારે આક્રોશ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે અને રાજકોટ અગ્નિકાંડના તમામ ગુનેગારોને સજા આપવા માટે સમગ્ર રાજ્યભરમાંથી ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને રાજ્યભરના તમામ નાના-મોટા શહેરોમાં આવેલા તમામ ગેમઝોન સહિતના તમામ મોલ થિયેટરો અને જે સ્થળોએ વધારે ભીડભાડ થતી હોય તેવા સ્થળોની સર્વે કરી સુરક્ષા સલામતી અને ફાયર સેફટી સહિતના સાધનોની અને ફાયર એનઓસી ની ચકાસણીની કામગીરી હાથ ધરાઇ રહે છે

જે અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે જેને અનુલક્ષીને આજે રવિવારે બપોરે 2:00 વાગ્યાના સુમારે હાલોલ નગરપાલિકાની ફાયરની ટીમે હાલોલ નગર ખાતે કોઈ ગેમઝોન છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી અને વિવિધ મોલ તેમજ વિવિધ ભીડ ભાડ વાળા સ્થળોએ સર્વે હાથ ધરી વિવિધ સુરક્ષા સલામતીના સાધનો છે કે નહીં કે પછી ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસીની ચકાસણી કરી હતી જો કે હાલોલ નગર ખાતે બે વર્ષ અગાઉ ગેમઝોન હતો જે બે વર્ષ પહેલાં બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતુ જ્યારે આજે હાથ પહેરેલા સર્વે દરમિયાન કોઈ સ્થળેથી કોઈ વાંધાજનક ક્ષતિ મળી ન આવી હોવાનું નગરપાલિકાની ટીમ દ્વારા જાણવા મળેલ છે જેમાં નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તમામ મોલ અને ભીડભાડવાળા સ્થળો પર આવેલા ધંધાકીય સ્થળોના માલિકોને વિવિધ ફાયર સેફટી અને ફાયર એનઓસી અંગેની તેમજ સુરક્ષા સલામતી માટેના પગલાં લેવાની સલાહ સૂચનાઓ આપી ચકાસણી કરાઈ હોવાનું જાણવા મળેલ છે જ્યારે હાલોલ મામલતદાર સહિત તેઓની ટીમ અને આર.એમ.બી વિભાગ એમ.જી.વી.સી.એલ,પાવાગઢ પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે સાંજે 5:00 વાગ્યા બાદ સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત માં કાલિકા ઉડનખટોલા રોપ-વેની પણ ચેકીંગ કરી સર્વે હાથ ધર્યો હતો અને તમામ પ્રકારની સુરક્ષા સલામતીની ચકાસણી કરી હતી અને ફાયર સેફટી ના સાધનો તેમજ ફાયર એનઓસી સહિતના તમામ પ્રકારના સુરક્ષા સલામતીના સાધનો ચકાસ્યા હતા

જેમાં માચી તેમજ ડુંગર પર આવેલા રોપવેના બંને સ્ટેશનની તમામ પ્રકારની ચકાસણી મામલતદારની હાજરીમાં ફાયર ફાઈટર ની ટીમ દ્વારા કરાઈ હતી જ્યારે પાવાગઢની તળેટીથી લઈ માચી અને માતાજીના મંદિરના પરિસર સુધી તમામ પ્રકારની સુરક્ષા સલામતીની વ્યવસ્થાની ચકાસણી કરી ફાયર સેફ્ટી અંગેની તકેદારી તેમજ ફાયર એનઓસીનો સર્વે હાથ ધરાયો હતો જોકે તમામ ટીમો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી આ કામગીરી દરમ્યાન કોઈ ક્ષતિઓ સામે ન આવી હોવાનું જાણવા મળેલ છે.

Leave A Reply

Your email address will not be published.