હિંમતનગર વિજાપુર વચ્ચે રોડ પર આવેલા તિરૂપતિ રિસોર્ટમાં પૂરતી વ્યવસ્થાના અભાવે લોકોને મુશ્કેલી વેઠવી પડી
રીપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર થી વિજાપુર રોડ પર આવેલા તિરૂપતિ રિસોર્ટમાં ગરમીથી બચવા માટે પર્યટકો તિરૂપતિ રિસોર્ટમાં નાહવા અને ફરવા માટે આવતા હોય છે ત્યારે ત્યા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી બીજી તરફ પીવાના પાણીમાં કચરો આવતો હોવાનો વીડિયો વાયરલ થયેલ છે તેમજ ફાસ્ટ ફૂડ માં પણ ખાવા લાયક ચીજ ન હોય તેમજ વાસી થયેલ બ્રેડ લોકોને પીરસવામાં આવતી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે હિંમતનગર વિભાગ ફાસ્ટ ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓને જાગવાની જરૂર છે જો આવી રીતે બેદરકારી કરવામાં આવશે તો પબ્લિકને રોગચાળાનો ભોગ બનવાનો વારો આવશે.આવા રિસોર્ટમાં ફરવા આવતા લોકોની એક જ માંગ છે કે અમારી પાસેથી રિસોર્ટ માલિક ટિકિટ ના દર વસુલાત કરે છે તે મુજબ અમોને પૂરતી સેવા અને સગવડ મળતી નથી માટે સગવડ મળી રહે તેમ્ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
