Publisher Theme
I’m a gamer, always have been.

અબડાસા તાલુકાના વિંઝાણ ખાતે આવેલ શ્રી પરમ પૂજ્ય ગેભી મતિયા દેવ ના પવિત્ર ધામે ધર્મ યાત્રા મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

0 47

રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

વિંજાણ ખાતે ગેબી મતીયા દેવ ના ધર્મ યાત્રા મેળામાં અનેક ધાર્મિક પાવન પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા.જેમાં ગઈકાલે સાંજે મહા આરતી મહાપ્રસાદ સન્માન સમારંભ તેમજ રાત્રે ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહા આરતીના કલાકાર શ્રી નંદનીબેન કોચરા પરેશભાઈ ગડા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ રાત્રે સંતવાણી ના કલાકાર શ્રી ગોપાલભાઈ સાધુ… બિંદુબેન રામાનુજ… તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા સંતવાણી ની મોજ મણાવી હતી.જેમાં દિવ્ય આશિષ પરમ પૂજ્ય પીર સાહેબ શ્રી નારાયણદેવ લાલણ ધર્મગુરુ શ્રી અખિલ મહેશ્વરી મેઘવાળ સમાજ તેમજ શ્રી હીરજી દાદા માતંગ પુજારી શ્રી ગેબી મતીયા દેવ સહિતના સંતો તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આજરોજ દર્શન પૂજા ધ્વજારોહણ પેડી પ્રસાદ નું કાર્યક્રમ ઉજવવામાં આવ્યું હતું.જેમાં શ્રી ગેબી મતીયાદેવ યાત્રા ના પ્રમુખ શ્રી ગાંગજીભાઈ ભરાડીયા… મહામંત્રી શ્રી અશોકભાઈ કન્નર… ઉપ-પ્રમુખ શ્રી હરજીભાઈ ફૂફલ… ખજાનચી શ્રી ધનજીભાઈ ફૂફલ… સહમંત્રી શ્રી ગાભાભાઇ જેપાર… સહખજાનચી શ્રી ખીમજીભાઈ ફુફ્લ તેમજ સેવા સમિતિ જયમત ઉઠાવી હતી. આ મેળામાં રમકડા ખાણી પીણી સહિતના સ્ટોલો જોવા મળ્યા હતા

Leave A Reply

Your email address will not be published.