Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લાની નેનાવા ચેકપોસ્ટ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા બે શખ્સોને ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા.

0 389

પોલીસે પિસ્તોલ અને એક ખાલી મેગેઝિન જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસની ટીમ ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ બનાસકાંઠાની નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. આ. દરમિયાન ધાનેરા પીએસઆઇ એ.ટી. પટેલ સહિત ટીમને બાતમી મળી હતી કે,રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસમાં બે શખ્સો પિસ્તોલ સાથે બેઠા છે. જેથી પોલીસે તપાસ કરતા ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા બે શખ્સો ઝડપાયા હતા. જેમાં પોલીસે નંદકિશોર રામનરેશ ભીમસેન કુશવાહ રહે,મહગાવ,તા. જિ. ભીંડ અને તેની સાથેના અમિત સુનિલ હરજ્ઞાન રાજપુત રહે, મહગાવ,તા.જી.ભીંડ, મધ્ય પ્રદેશને એક ઓટોમેટીક પિસ્તોલ અને ખાલી મેગેઝિન સાથે ઝડપી લીધા હતા. પોલીસે બંનેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

Leave A Reply

Your email address will not be published.