Publisher Theme
I’m a gamer, always have been.

ચોરી: ધાનેરામાં બંધ દુકાનનો દરવાજો ઊંચો કરીને 1.87 લાખની ચોરી

0 169

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરામાં બંધ દુકાનનો દરવાજો ઊંચો કરીને 1.87 લાખની ચોરી થતાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધાનેરા ના ધાખા ગામના બાબુભાઈ રામસીભાઈ મેદાભાઈ પટેલ (કરડ) ધાનેરાની ચામુંડા સોસાયટીના નાકે સબમર્સીબલ ની દુકાન ધરાવે છે. જેઓની દુકાનમાં મહેમાનની 1.5 લાખની બે સોનાની બંગડી મૂકીને સોમવારે ઘેર જતા રહ્યા હતા.મંગળવારે આવીને જોતા દુકાનનો દરવાજો ઈંચો થયેલ જોવા મળતા દુકાન ખોલીને જોતા તેમાં દુકાન મા પડેલ 1.5 લાખની બે સોનાની બંગડી અને 35 હજારની એક સોનાની વીંટી અને 2400 રૂપિયાનાં 4 ચાંદીના સિક્કા સહિત 1,87,400 નો મુદ્દામાલ કોઈ અજાણ્યો ઇસમ લઈ ગયો હતો. જેની બાબુભાઈએ ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Leave A Reply

Your email address will not be published.