દાંતા તાલુકાના મંડાલી ગામની બાજુમાંજ આવેલી કીડી મંકોડી નદીમાં આખા ચોમાસા દરમિયાન પ્રથમ વખત પાણી આવતા લોકોમાં ઉત્સાહનો માહોલ.
મંડાલી ગામને અડીને જ આવેલી કીડી મંકોડી નદીનો સંગમ જે ધાર્મિક રીતે ખુબજ પવિત્ર ગણાય છે . આજુ બાજુના દૂર દૂર ના ગામડાઓ માંથી લોકો આવા પવિત્ર સંગમ સ્થળે નહાવા માટે આવતા હોય છે …જે નદીમાં ચાલુ વર્ષે નહિવત વરસાદને કારણે નદીમાં પાણી આવ્યું નહોતું પણ ચોમાસાના અંતમાં આજુ બાજુમાં સારો એવો વરસાદ થતાં નદીમાં પ્રથમ વખત પાણી આવતા ખેડૂતો તેમજ તમામ લોકોમાં આનંદ નો માહોલ સર્જાયો હતો …

.નદીમાં પાણી આવે તોજ આજુ બાજુના ખેડૂતોના કૂવાઓ માં પાણી થતું હોય છે અને શિયાળુ ખેતીનો લાભ ખેડૂતોને મળતો હોય છે જેથી હવે તમામ લોકોને નદીમાં પાણી આવવાથી રાહત થઈ છે અને સમગ્ર પંથકમાં ખુશી નો માહોલ સર્જાયો છે