Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં ઓવરલોડ રેતી ભરીને બેફામ દોડતાં બે ડમ્પર ઝડપાયા

0 55

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ડીસા તરફથી નદીની રેત ભરીને આવતા બે ડમ્પરને ગુરુવારે ધાનેરા પ્રાંત અધિકારીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ધાનેરા શહેરમાંથી રોજીંદા 100 કરતા પણ વધારે ડમ્પર નદીની રેત ભરીને પસાર થાય છે. જે ડમ્પરમાં ક્ષમતા કરતા વધારે રેતી હોય છે અને બેફામ દોડતા હોય છે. બેફામ રીતે ચાલતા બે ડમ્પર ચાલકોને ગુરુવારે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટએ ઝડપી પાડયા છે. બન્ને ડમ્પરમાં ભરેલી રેતીનું વજન કરતાં રેતીનું પ્રમાણ નિયમ કરતા વધારે મળી આવ્યું હતું. સાથે શહેરી વિસ્તારમાં ગતિની મર્યાદા તોડી બેફામ રીતે ડમ્પર હંકારતા ધાનેરા પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી છે.

Leave A Reply

Your email address will not be published.