Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના ધાખા નજીક કારની ટક્કરે બાઇકસવાર 7 વર્ષીય બાળકીનું મોતઅન્ય ત્રણને ઇજા થતાં મહેસાણા લઈ જવાયા, કાર ચાલક ભાગી છુટ્યો

0 248

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરાના ધાખા ગામનો પરિવાર શુક્રવારે ધાનેરાથી બાઇક ઉપર ભાણીને લઇ ધાખા જવા નિકળ્યો હતો. ત્યારે ધાખા નજીક પાછળથી કારએ ટક્કર મારતાં બાઇક સવાર ભાણીને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજાઓ હોવાથી ધાનેરામાં પ્રાથમિક સારવાર કરાવી ગંભીર ઇજાઓ હોવાથી અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા.

ધાનેરા તાલુકાના ધાખા ગામના દલપતભાઈ માજીરાણા શુક્રવારે તેમની પત્ની સુખીબેન અને પુત્ર પિયુષ સાથે ધાનેરા આવ્યા હતા. અને ધાનેરાથી તેમની ભાણેજ સાથે તેઓ ચાર જણ બાઇક ઉપર ધાખા આવતા હતા. ત્યારે ધાખા નજીક એક કારે પાછળથી ધકડાભેર ટક્કર મારતાં બાઇક હવામાં ફંગોળાઈ ગયું હતું. બાઇક ઉપર સવાર ચારે જણા રોડ ઉપર પટકાયા હતા. જેમાં 7 વર્ષની ભાણી નીતાનું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પતિ, પત્ની અને પુત્રને ધાનેરા હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા હતા. જ્યાંથી તેઓને અમદાવાદ ખસેડાયા છે. કાર ચાલક હરેશભાઈ સોમાભાઇ પટેલ (રહે.ધાખા) અકસ્માત કરી ભાગી છૂટયો હતો. આ અકસ્માતમાં બાઈકનો ભુક્કો બોલી ગયો હતો.

Leave A Reply

Your email address will not be published.