રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ
અંડર ધ મેંગો ટ્રી સોસાયટીએ મધમાખીપાલન કરાવતી સ્વેશીક સંસ્થાં છે.જે તેના વિશિષ્ટ મોડલ ‘Bees for Poverty Reduction ‘ ને અનુસરી હાલ ગુજરાત,મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કાર્યરત છે.આ સંસ્થાં આપણી ભૌગલિક પરિસ્થિતિમાં મળી આવતી મધમાખીઓની સ્થાનિક પ્રજાતિઓ સાથે મધમાખીપાલનનું કામ કરીને ખેતીમાં સારી ઉપજ, આવક,રોજગારી અને પર્યાવણનું રક્ષણ થાય તેવા હેતુઓથી કાર્ય કરે છે.હાલમાં ડાંગ જિલ્લાના આહવા અને વઘઇ તાલુકાના 37 ગામોમાં મધમાખીપાલનનું કામ કરે છે.
8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના દિવડીયાવાણ ગામે અંડર ધ મેંગો ટ્રી સોસાયટી સંસ્થા દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આસંમેલનની થીમ મહિલા સશક્તિકરણ અને આજીવિકાના સ્ત્રોતોમાં ઉમેરો કરવોનો હતો.સંમેલનનમાં લગભગ 177 મહિલાઓ અને 57 પુરુષોએ ભાગ લીધો હતો. આસંમેલનનને સંબોધવામાંટે 181 અભિયમના દીપિકાબેન કે જે ગુજરાત સરકારના પોલીસ-આધારિત સહાયક કેન્દ્ર (ડાંગ), ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પીયૂષભાઈ, નારી અદાલત ડાંગના કપિલાબેન, ગુજરાત સરકારના સખી વન સ્ટોપ વિભાગના સંગીતાબેન, સેન્ટર ફોર સોશિયલ જસ્ટીસ ડાંગના(Ahemdabad) જયશ્રીબેન આવ્યા હતા.આ વક્તાઓ ઉપરાંત, ભાલખેત, દિવડિયાવાન, કાલીબેલ, હનવતચોંડ, માસલી અને નજીકના પ્રોજેક્ટ વિસ્તારના ગામોની મહિલાઓએ પણ સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં અંડર ધ મેંગો ટ્રી સોસાયટી દ્વારા ચાલતા પ્રોજેક્ટની મધમાખી પાલન કરતી 10 ગામોની સારામાં સારી મધ માખી ઉછેર કરતી બહેનોને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવી હતી.મહેમાન વક્તાઓને અંડર ધ મેંગો ટ્રી સોસાયટી દ્વારા ચાલતા મધમાખી ઉછેર કરતા પ્રોજેક્ટ ગામમાં ચાલતી મધમાખી પાલનની પ્રવુતિ વિશે રુબરુ મુલાકાત કરાવી હતી. છેલ્લે ગામીત, કાહળયા અને ડાંગી નૃત્યને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સંમેલનનું સમાપન થયું કરવામાં આવ્યું હતું.
