રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાના મોટા મેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતીની સામાન્ય ચૂંટણી આગામી 25 ડિસેમ્બરે યોજાશે. જેને લઈ સોમવારે 41 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
ધાનેરા તાલુકાના મોટા મેડા દૂધ ઉત્પાદક સહકરી મંડળીની વ્યવસ્થાપક કમિટીની સામાન્ય ચૂંટણી જાહેર થઇ ગઈ છે. જેના ભાગરૂપે સોમવારે ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ હોઇ 41 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. કોર્ટ કમિશનર નોમીનોજ મહેસાણા કોર્ટ જી.એચ.ઝાલાની આગેવાનીમાં ચૂંટણી યોજાઇ રહી છે. મોટા મેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અગાઉ જાહેર કરેલ મતદાર યાદીમાં કુલ 431 મતદારો છે. સામાન્ય ચૂંટણીમાં સામાન્ય સભ્ય 11 નાના સીમાંત ખેડૂત પૈકીમાં એક અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિમાં એક જયારે મહિલા સભ્ય માટે બે સીટો જાહેર કરાઇ છે. આગામી પાંચ વર્ષની વ્યવસ્થાપક સમિતિ માટે સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આગામી 25 ડિસેમ્બરમતદાન સવારે 8-00 થી બપોરે 2-00 કલાક સુધી ત્યારબાદ તુરંત મતગણતરી હાથ ધરાશે.