Publisher Theme
I’m a gamer, always have been.

અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધા સગવડ થી સજ્જ પણ ડોક્ટરોની અછતના કારણે ગરીબ આદિવાસી અભણ દર્દીઓની દયનિય હાલત

0 77

કિશન મોહનિયા દાહોદ

ધાનપુર તાલુકાના અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન બિલ્ડીંગનું લોકાર્પણ એક મહિના પહેલા કરવામાં આવ્યું છે. જેમાં તમામ સગવડ સુવિધા મશીનરી અધતન સુવિધા ધરાવતા દવાખાનામાં આજરોજ ધાનપુર તાલુકા ની સ્થાનિક લોકોની ફરિયાદના આધારે મીડિયા ની ટીમ પહોંચી અગાસવાણી દવાખાનાની મુલાકાતે ત્યાં ના ફરજ પરના ડોક્ટરના નિવેદન પરથી હકીકત આવી સામે કરોડોના ખર્ચે દવાખાનાની બિલ્ટિંગ બનાવવામાં આવી દવાખાનામાં વપરાતા તમામ સાધનો યુક્ત સુવિધા પણ દવાખાનામાં ડોક્ટરોની ભારે અછત જોવા મળી રહી છે. સુવિધા સગવડ માટે ગાયનેક ડોક્ટરો નથી, સુવાવડનો કેસ આવે એટલે ફરજ પરના ડોક્ટરો સરકારી દવાખાના ને બદલે ખાનગી દવાખાનામાં પ્રસ્તુતિ બાયને મોકલી આપે અને ખાનગી દવાખાના વાળા બસ એક જ વાત કરે ઉપર છોકરું લેવું પડશે ઓપરેશન કરવું પડશે ત્યારે ગરીબ અભણ પરિવારના માથે આભ ફાટ્યુ હોય તેવો આઘાત લાગે છે આવા કિસ્સામાં, ધાનપુર તાલુકાના કાલીયાવડ ગામે બનવા પામ્યો જેમાં કાલિયાવાડ ગામના મંગીબેન વિજયભાઈ દહમા ને દુખાવો ઉપડતાં સ્થાનિક પી એસ સી કેન્દ્ર કાલીયાવડ તપાસ માટે લાવતા ત્યાં ફરજ પર ડોક્ટર નથી ત્યારે અગાસવાણી દવાખાના માં લઈ જવું પડશે ત્યારે અગાસવાણી ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે લાવતા ફરજ પરના ડોક્ટરોએ તમારે લીમખેડા લઈ જવું પડશે અને તે ખાનગી હોસ્પિટલમાં ત્યાં તાત્કાલિક રિફર કરાતા ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ઓપરેશન કર્યા બાદ પ્રસ્તુતિ બાયને ઉપર છોકરું લીધા બાદ પ્રસ્તુતિબાઈને દુખાવો ઉપાડતા અને ગેસ થતાં તાત્કાલિક દાહોદ રીફર કરતાં પ્રસ્તુતિબેનની જિંદગી બચી ગઈ છે પણ તેવોજ એક કિસ્સો સજોઈ ગામમાં બનવા પામ્યો સજોઈ ગામના સીતાબેન રાજુભાઈ મેડા રહે કલમ ફળિયા ના બેનની જોડે પણ અગાસવાણી સમૂહ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો આડું બાળક છે તેમ કહીને લીમખેડા આવ્યા અને ત્યાં સીતાનેનને નોર્મલ ડીલેવરી આવી છે. હાલ એ લીમખેડા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ખરેખર અગાસવાણી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની ખાનગી હોસ્પિટલો સાથે સાંઠગાંઠ હોય તેમ જણાય આવે છે. દાહોદ ખાતે શાનદાર સુવિધા ધરાવતી ઝાયડસ હોસ્પિટલના બદલે લીમખેડા કે બારીયા રીફર કરવામાં આવે છે હોસ્પિટલમાં ગરીબ અભણ દર્દીઓને મોકલી આપીને મોટી રકમ વસૂલી લેવામાં આવે છે ખરેખર ઉપરી અધિકારીઓની છું જવાબદારી છે હાલ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સુતું હોય તેમ લાગી રહ્યું છે સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટરોએ ગામડાઓમાં પોતાની ખાનગી ક્લિનિક ખોલી રાખી ત્યાં દર્દીઓને દવા આપવાની ફરજ પાડવામાં આવે છે ધાનપુર તાલુકામાં અધિકારીઓએ ઓચિંતી વિઝીટ મારવામાં આવે તો ગુલ્લી બાજ ડોક્ટરો હાલ પકડાય અને ગરીબ અભણ દર્દીઓ લૂંટાતા ઓછા થાય ધાનપુર તાલુકામાં ગામે ગામ ડોકટરોનો રાફડો ફાટ્યો છે વહીવટી તંત્ર હાલ નિંદરમાં સુતા હોય તેમ લાગી રહ્યું છે ગામેગામ ધાનપુર તાલુકામાં નકલી બોગસ ડોક્ટરો ગુલ્લી બાજ ડોક્ટરોનું ઓપરેશન હાથ ધરવામાં આવે તો 50થી પણ વધારે નકલી ડોક્ટરો હાલ ગામડાઓમાં બિલાડીના ટોપ ની જેમ ફુટી નીકળ્યા છે બોગસ ઉપર સરકાર ક્યારે જાગશે હાલ બોગસ નકલી ક્લિનિક ગામેગામ ધમ ધમે છે દર્દીના રિપોર્ટ કાઢ્યા વગર દવાના બોટલ ચડાવી દે છે દવાખાના હાલ ચાલુ છે અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરો પર છૂટતો જવાબ કરવામાં આવે તે છે, આવનારો સમય બતાવશે પણ મીડિયાને ધ્યાને આવતા હાલ મીડિયા બોગસ ક્લિનિક ના ઓપરેશનમાં લાગી ગયું છે આવતા અંકમાં બોગસ નકલીનો પડદાફાશ વહેલી તકે થવા જઈ રહ્યો છે

Leave A Reply

Your email address will not be published.