રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર શુક્રવારે રાજસ્થાન તરફથી થઇ ધાનેરાના બાપલા તરફના રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. ત્યારે બનાસકાંઠા એલસીબીની ટીમે વાછોલ નજીક અટકાવતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે પાયલોટિંગ કરતી કારને ઝડપી તપાસ કરતાં કારમાંથી રૂ.1,59,062 નો વિદેશી દારૂની 753 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી પાંથાવાડા પોલીસ મથકમાં પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો. એલસીબીની ટીમને રાજસ્થાનના સોરડા તરફથી વિદેશી દારૂ ભરેલી ગાડી ધાનેરાના બાપલા રોડ તરફ થઇને પસાર થઇ રહી હોવાની બાતમી મળી હતી. જેથી પીએસઆઈ એમ.કે ઝાલા તથા પોલીસ કર્મીઓ વોચમાં ગોઠવાઇ ગયા હતા તે દરમિયાન કાર અને તેની પાછળ એક પેટ્રોલિંગ કરતી કાર પસાર થઇ હોવાની જાણ કરતા વાછોલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આ બંને કાર ઝડપી લીધી હતી. તપાસ કરતાં કારમાંથી રૂ.1,59,062 નો વિદેશી દારૂની 753 નંગ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં બેઠેલા ત્રણ શખ્સોને રૂ.12,60,062ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો અને પાંથાવાડા પોલીસ મથકમાં લાવી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગણતસિંહપારખાનસિંહ વાઘેલા (રહે.ભડથ,તા.ડીસા), વાલસિંહ નાથુસિંહ વાઘેલા (રહે.નાંદોત્રા – ઠાકોરવાસ, તા.દાંતીવાડા), ગણપતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (રહે.ભડથ,) તેમજ વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યો શખસ તથા મોરબીના સોહિલ (દારૂ મંગાવનાર) સામે ગુનો નોંધ્યો હતો.એલસીબીએ રૂ.1.59 લાખનો વિદેશી દારૂ કબજે લીધો પેટ્રોલિંગ કરતી કાર જપ્ત કરી પાંચ સામે ફરિયાદ નોંધી