Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો, લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માં જગદંબાના દર્શન માટે આવી રહ્યા છે

0 61

રીપોટર ઇકબાલ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

બનાસકાંઠાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાયો છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માં જગદંબાના દર્શન માટે આવી રહ્યા છે ત્યારે ભાદરવા સુદ નોમ ની રાત્રે પાટણ ના અનેક વિસ્તારો માંથી અંબાજી પગપાળા સંઘોએ માં જગદંબાના જય જયકાર સાથે હજારોની સંખ્યામાં માઈભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.અંબાજીમાં ભરાતા સાત દિવસીય ભાદરવા સુદ-પૂનમના મહા મેળામાં પાટણ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં માઇ ભકતો પગપાળા ચાલીને માં જગત જનની ચરણોમાં શીશ નમાવવા માટે જાય છે. ચાલુ સાલે પણ હજારો માઈભક્તોએ માતાજીના રથડા લઈ બોલ માડી અંબેના જયકાર સાથે પાટણ માંથી અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું હતું.ત્યારે પાટણ શહેર ના દુઃખવાળા ખાતે થી અંબિકા યુવક મંડળ દ્વારા સોમવાર ની રાત્રે આ વર્ષે 33માં વર્ષે 50 થી વધુ પદયાત્રીઓ માતાજીના રથ ડીજે ના સથવારે નીકળ્યો હતો . તે પૂર્વે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર ના વરદ હસ્તે જગતજનની માં અંબે ની આરતી ઉતારી માતાજીના રથ ને પ્રમુખના વરદ હસ્તે પ્રસ્થાન કરાવી અંબાજી તરફ પદયાત્રીઓએ પ્રયાણ કર્યું હતું ભક્તોએ માં જગદંબાનો જય જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું. સંઘ ને વળાવવા માટે દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આવ્યા હતા. અને સુભાષચોક ખાતે ડીજેના તાલે પદયાત્રીઓની સાથે સાથે વળાવવા આવેલા મોહલ્લા ના રહીશોએ પણ મન મૂકીને માં અંબેના ગરબે ભૂમિ માં અંબાની આરાધના કરતા જોવા મળ્યા હતા તો પદયાત્રીઓ સ્થાનિક રહીશોની સાથે પાલિકા પ્રમુખ હીરલબેન પરમાર પણ મા અંબેના ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા આ પ્રસંગે અંબિકા યુવક મંડળના સભ્ય અરુણલાલ સોલંકી એ છેલ્લા 32 વર્ષ થી અંબિકા યુવક મંડળ જગત જનની માં અંબે ના દરબાર માં શીશ નમાવવાની સાથે નવરાત્રી માં માતાજી ને આમંત્રણ પાઠવવા પગપાળા યાત્રા સંગ લઈ ને જતા હોવાનું જણાવી છેલ્લાં 32 વર્ષ થી સ્થાનિક લોકો ના સાથ સહકાર થી પગપાળા યાત્રા સંગ લઈ ને જતા હોવાનું જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.