Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાત ગણેશ મહોત્સવનું દિન પ્રતિદિન મહત્વ વધતા મોહલ્લા પોળો અને સોસાયટીઓ ખાતે ગણેશ મહોત્સવ ધૂમ

0 22

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

ગુજરાત ગણેશ મહોત્સવનું દિન પ્રતિદિન મહત્વ વધતા મોહલ્લા પોળો અને સોસાયટીઓ ખાતે ગણેશ મહોત્સવ ભાવિક ભક્તો દ્વારા ઉજવવામાં આવતો હોય છે જોકે મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ ની શરૂઆત થઈ તે પૂર્વે પાટણમાં શ્રીજી ની સ્થાપના કરવામાં આવી હોવાનું પણ જોવા મળી રહ્યું છે ત્યારે પાટણ શહેરમાં પણ ગણેશ મહોત્સવનું મહાત્મય વધતા ચાલુ સાલે ગણેશ ચતુર્થી ને લઈ ઠેર ઠેર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં શ્રીજીની સ્થાપના કરી તેઓની પૂજા ભક્તિમાં ભાવિક ભક્તો તલ્લીન જોવા મળ્યા હતા ત્યારે પાટણ શહેરના ખાલકશા પીર રોડ પર આવેલા યશ એપાર્ટમેન્ટ ખાતે પ્રથમ વખત શ્રીજી ની સ્થાપના કરવામાં આવી હતી અને પાંચ દિવસ સુધી સ્થાનિક ભાવિક ભક્તો દ્વારા પૂજાપાઠ આરતી 56 ભોગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરી ગણેશ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગત્રોજ ગણપતિ મહોત્સવને પાંચ દિવસ પૂર્ણ થતા તેઓ નું વાંજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આતશ બાજી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી યશ એપાર્ટમેન્ટ ના રહીશોએ ગણપતિ દાદા ની પૂજા અર્ચના કરી પાંચમા દિવસે ઝાલેશ્વર પાલડી ખાતે વાજતે ગાજતે દાદાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન પૂર્વે યસ એપાર્ટમેન્ટ ના પટાંગન માં દેશી ઢોલ ના તાલે સ્થાનિક ભાવિક ભક્તો ગરબે ઘૂમી શ્રીજીની આરાધના કરતા જોવા મળ્યા હતા તો વાજતે ગાજતે દેશી ઢોલ ના તાલે ગણપતિ દાદા ને જાલેશ્વર પાલડી ખાતે વિદાય અર્થે લઈ જવામાં આવ્યા હતા ત્યારે દાદાના વિસર્જન ને લઇ યશ એપાર્ટમેન્ટ ખાતે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યો હતો તો સ્થાનિક રહીશે પ્રથમ વખત ગણેશજીની સ્થાપના યશ એપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવી હોવાનું જણાવી દાદાની અનુમતિથી વર્ષો વર્ષ સુધી ગણેશ ચતુર્થી ને લઈ વિઘ્નહર્તાની સ્થાપના કરી પાટણ શહેર સહિત સમગ્ર ભારતભરમાં સુખ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી દર વર્ષે ગણેશ જી ની સ્થાપના યશ એપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.