Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના પાવડાસણ ગામે પ્રાથમિક શાળામાં સ્તન કેન્સર નિદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો

0 97

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

પાવડાસણ ગામે આજરોજ શ્રી આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ અને PSP પ્રોજેક્ટ Ltd દ્વારા મહિલાઓને સ્તન કેન્સર માટેની જાગૃતિ અભિયાન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ પાવડાસણ પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી કુલદીપભાઈ ભાટીયા સાહેબે અને સ્કૂલની શિક્ષિકાઓએ આવનાર મહેમાનશ્રીઓનું સાલ અને પુષ્પગુસ આપીને સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગામની માતાઓ બહેનો અને સ્કૂલની બાળાઓ ઉપસ્થિત રહી હતી જેમાં આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી ડિમ્પલબેન પટેલ ઉપસ્થિત રહી અને પાવડાસણ ગામની માતા બહેનો અને સ્કૂલની બાળાઓને સ્તન કેન્સર જાગૃતિ લાવવા પ્રોજેક્ટ દ્વારા ખૂબ જ સરસ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં નવજીવન (B.ed) કોલેજના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટેલ, પાવડાસણ સરપંચ શ્રીમતી ગીતાબેન ઠાકોર, પાવડાસણ આરોગ્ય કેન્દ્રના (CHO) દર્શનાબેન, (FSW) ટિંકલબેન અને ગામના યુવાન જીવણભાઈ ,મુકેશભાઈ, અને ગૌમાતા બચાવો અભિયાનના ગૌભકત શ્રી વસંતભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નવજીવન (B.ed) કોલેજના તાલીમાર્થી શ્રી ભરતભાઈ એસ. રબારી, શ્રી કલ્પેશભાઈ ઠાકોર ભીલડી, અલ્પેશભાઈ ચૌધરી કોટડાની મુખ્ય ભૂમિકા રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર આપનાર તમામ માતા બહેનો અને ગામના યુવાનોનો આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના પ્રોજેક્ટ ઈન્ચાર્જ શ્રીમતિ ડિમ્પલબેને આભાર વ્યક્ત કર્યો હતો…….

Leave A Reply

Your email address will not be published.