Publisher Theme
I’m a gamer, always have been.

શ્રી પદ્મનાભ વાડી મા આવેલ શ્રી ચામુંડા માતામંદિરે શ્રી ચામુંડા સેવક મંડળ દ્વારા આયોજિત ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ નો પ્રારંભ..

0 43

રિપોર્ટર જીતેંદ્ર ભાઈ સોલંકી બૌદ્ધિક ભારત પાટણ

શ્રી ચામુંડા માતાજી સહિત વિવિધ દેવી દેવતાઓની ભક્તિ સંગીત ના સુરો વચ્ચે ભવ્ય શોભાયાત્રા નિકળી.. માતાજી ની શોભાયાત્રા,આનંદ ગરબો, લેઝર લાઈટીંગ શો,આતશબાજી,108 કુડી મહાયજ્ઞ સહિત ના ધાર્મિક પ્રસંગ ઉજવાશેશ્રી ચામુંડા સેવક મંડળ પાટણ પરિવાર દ્વારા તા.21 સપ્ટેમ્બર થી તા. 23 સપ્ટેમ્બર ત્રિદિવસીય શ્રી માં ચામુંડા માતાજી ના 108 કુડી ચંડી મહાયજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવો નું ભક્તિ સભર માહોલ માં શ્રી ચામુંડા માતાજી સહિત ના દેવી દેવતાઓની શોભાયાત્રા સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલ શ્રી ચામુંડા માતાજી ના મંદિર ખાતે આયોજન કરવામાં આવેલા આ ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ ના પ્રારંભ ને લઇ શ્રી ચામુંડા સેવક મંડળ પરિવારજનો માં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. શ્રી ચામુંડા માતાજી 108 કુંડી ચંડી મહાયજ્ઞ ઉત્સવના પ્રારંભ પૂર્વે બુધવારે સવારે 9:00 કલાકે નરસિંહજી ભગવાનના મંદિર પરિસર, જુના પાવર હાઉસ ખાતે થી શ્રી ચામુંડા માતાજી સહિત દેવી દેવતાઓની ભવ્ય શોભા યાત્રા બેન્ડ ના ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી હતી.આ શોભાયાત્રા મા પાટણ નગર પાલિકા ના પ્રમુખ હિરલબેન પરમાર સહિત રાજકીય સામાજિક આગેવાનો, પાટણ પ્રજાપતિ સમાજ પાટણ સુંદર કાડ સમિતિ ના સભ્યો સહિત મોટી સંખ્યામાં શ્રી ચામુંડા સેવક મંડળ પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા ના માગૅ પર રાધનપુર પરિવાર દ્રારા મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જે શોભાયાત્રા પદ્મનાભ ભગવાનની વાડી ખાતે ના શ્રી ચામુંડા માતાના મંદિરે સંપન્ન બની હતી. શ્રી ચામુંડા માતાજી ના ત્રિદિવસીય ઉત્સવ દરમ્યાન આનંદ ના ગરબા, શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ખાતે લેઝર લાઈટીંગ શો સાથે આતશબાજી, યજ્ઞ ના યજમાન પરિવારો નું ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે શુધ્ધીકરણ સાથે શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ખાતે શ્રી માં ચામુંડા માતાજી 108 કુંડી ચંડી મહાયજ્ઞ સહિત ના ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાશે.આ ત્રિદિવસીય ઉજવણી ના સમાપન પ્રસંગે શ્રી ચામુંડા માતાજી ના મંદિર શિખર પર ધ્વજાદંડ ચઢાવી મહાઆરતી બાદ સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ સાથે ઉત્સવ નું સમાપન કરાશે. શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ખાતે શ્રી માં ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય આ ધાર્મિક ઉત્સવના આયોજન ને સફળ બનાવવા આયોજક અરવિંદભાઈ પ્રજાપતિ, પ્રોજેક્ટ ચેરમેન વિષ્ણુ ભાઈ પ્રજાપતિ, પ્રમુખ ધવલભાઈ ઓતિયા,મંત્રી દિનેશભાઈ પ્રજાપતિ ,ભાઈચંદભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ સહિત શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર ના તમામ સભ્યો ખભેખભા મિલાવી ભારે જહેમત ઉઠાવી છે. તો શ્રી ચામુંડા માતાના ત્રીદિવસિય ઉત્સવને લઈ પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સમાજના આગેવાન ધર્મેશ પ્રજાપતિએ વધુ માહિતી આપી હતી

Leave A Reply

Your email address will not be published.