પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાથી સોનલબેન વારૈયાના ઘરથી રવિવારે રાજસ્થાનના ભીનમાળ ખાતે ભાખરી ઉપર આવેલ સોલંકી વંસજોની કુળદેવી અને રાજ રાજેશ્વરી શ્રી ક્ષેમાંકરી (ખિમજ) માતાજીના દર્શન કરવા 200 કરતા વધારે લોકોનો સંઘ રવાના થયો હતો. અને મંગળવારે મોડી સાંજે ભીનમાલ પહોંચ્યો હતો. જ્યાં બુધવારે સવારે વાજતે ગાજતે માતાજીને નેજા ચડાવવામાં આવ્યા હતા. તમામ લોકોએ સાથે ભોજન પ્રસાદ લઇને પરત રવાના થયા હતા.