– મધરાત્રે ત્રણ વાગે બનેલી ગોઝારી ઘટના
– બે ઇજાગ્રસ્તોને સારવાર માટે અંબાજી હોસ્પિટલમાં ખસેડાયા મૃતદેહોને વતન મોકલવા તજવીજ હાથ ધરાઇ
રાજસ્થાનના ડુંગરપુરથી અંબાજી પદયાત્રાએ નિકળેલા એક જૂથ ઉપર ગત મોડી રાતે અજાણ્યુ વાહન ફરી વળતાં ત્રણ પદયાત્રી ઓના મોત નિપજ્યા હતા. આ પદયાત્રીઓ ઠંડકના કારણે રાતે ચાલી રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અંબાજી હડાદ રોડ ઉપર રાણપુર ગામ પાસે ગત રાત્રીએ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના આંબસારા ગામ ના પદયાત્રી ઓ અંબાજી તરફ ચાલતા આવી રહ્યા હતા ત્યારે રાત્રીના આશરે ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા બે બાળકોનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. જ્યારે અન્ય એક યુવતિનું ે સારવાર દરમિયાન મોત થયું હતુ.ંઅન્ય બે વ્યકિતઓ ઈજાગસ્ત થતા અંબાજીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બંનેની હાલત હવે ખતરાથી બહાર છે. આ પદયાત્રીઓના જૂથમાં નાના મોટા ે દસ વ્યક્તિઓ હતા. આ લોકો તા ૧૧મી રોજ અંબાસર ગામથી પદયાત્રાએ નીકળ્યા હતા અને રાત્રીના સમયે ઠંડક ભર્યું વાતાવરણ હોવાથી પદયાત્રા કરી રહ્યા હતા.આ બાબતે અંબાજી પો સ્ટેશન ના પી. એસ. આઈ. પશાભાઇ એ જણાવ્યુ હતુ કે, અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવાના આવેલ છેમૃતકોના મૃતદેહને વતન સુધી મોકલવા માટે બધી જ મદદ કરવામાં આવશે.
હડાદ પાસેની ઘટનાના મૃતકોના નામ
૧. નરેશ ભાઇ બચુભાઈ ડામોર ઉમર ૧૫
૨. હરેશ ભાઇ શંકર ભાઇ ડામોર ઉમર ૧૫
૩. રશ્મિબેન વેશાતભાઇ ઉમર ૧૮વર્ષ
કંસારાકુઈ પાસે વાહનની ટક્કરથી અજાણ્યા પદયાત્રીનુ મોત
વિસનગર તાલુકાના મહેસાણા રોડ ઉપર આવેલ કંસારાકુઈ ગામ પાસે અજાણ્યો પદયાત્રી મહેસાણાથી વિસનગર તરફ આવતો હતો. ત્યારે રાત્રીના ૧૦-૪૫ કલાકે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા પદયાત્રીને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકી વાલી-વારસોની તપાસ હાથ ધરી છે.