Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુરમાં માર્કેટ યાર્ડની ચૂંટણીમાં સત્તાધારી પેનલનો વિજય બની

0 204

– વર્તમાન ચેરમનની પેનલના 12 સભ્યોની જીત

– પરિવર્તન પેનલને વેપારી વિભાગના ચાર સભ્યોની જીતથી સંતોષ માનવો પડયો

પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત બે પેનલો વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો જેના પરીણામમાં વર્તમાન ચેરમેનની પેનલના ૧૨ સભ્યોની જીત થઈ છે જયારે પરિવર્તન પેનલમાં માત્ર ચાર સભ્યો વિજેતા થતા ફરી એક વાર માર્કેટયાર્ડના શુકાનમાં સત્તાનું પુનરાવર્તન થવા પામ્યું છે.

પાલનપુર માર્કેડયાર્ડના નિયામક મંડળના ૧૬ સભ્યોની નિયુક્તિ માટે ચૂંટણી જાહેર થતા વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયાની પેનલ સામે નારાજ કેટલાક સભ્યોએ માર્કેડયાર્ડના પૂર્વ ચેરમેન સોમા પટેલ સાથે પરિવર્તન પેનલ બનાવી ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું જેને લઈ ૧૬ બેઠક માટે ભાજપ પ્રેરીત બે પેનલના ૩૨ સભ્યો વચ્ચે કસ્મકસ ભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ૯૭ ટકા જેટલું મતદાન થતાં બન્ને પેનલોએ જીતના દાવા કરતા માર્કેડયાર્ડની સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તનને લઈ લોકોમાં ભારે ઉત્સુકતા છવાઈ હતી.રવિવારે મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરીયાની પેનલમાં ખેડૂત વિભાગમાં ૧૦ અને ખરીદ વેચાણ વિભાગના ૨ મળી ને ૧૨ સભ્યો નો વિજય થયો હતો જ્યારે વેપારી વિભાગમાં પરિવર્તન પેનલના ચાર સભ્યોનો વિજય થવા પામ્યો છે.

વિજેતા સભ્યો અને મેળવેલ મત

ખેડૂત મત વિભાગ

(૧) આંજણા (ધરીયા)

ફતાભાઈ  પરાગભાઈ  મત ૫૫૪

(૨) આંજણા હરેશભાઈ  જીવાભાઈ મત ૫૫૧

(૩) આંજણા (જેગોડા) મોઘજીભાઈ મેઘરાજ ભાઈ  મત ૫૩૫

(૪)કરેણ(આંજણા)

લાલજીભાઈ કાળુંભાઈ મત ૫૩૫

(૫)આંજણા(જૂઆ) દિનેશભાઈ ઓખાભાઈ  મત ૫૧૮

(૬)આંજણા(કુણીયા) દિનેશભાઈ લક્ષમણભાઈ મત ૫૧૬

(૭) પટેલ ભગવાનભાઈ હીરાભાઈ મત ૫૦૫

(૮) આંજણા (વલાગાંઠ) કાનજીભાઈ લક્ષમણભાઈ મત ૪૯૮

(૯)લોહ(આંજણા) મહેન્દ્રભાઈ કાનજીભાઈ મત ૪૫૯

(૧૦) રાજપૂત(રાણા) દલપતસિંગ કરશનજી મત ૪૫૧

 સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગ 

(૧)ચૌધર (ધરીયા) શામળભાઈ પરાગભાઈ મત ૧૧૦

(૨)પટેલ બાબુભાઈ હીરાભાઈ મત ૧૦૬

વેપારી મત વિભાગ 

(૧) પટેલ સુરેશભાઈ અજાભાઈ મત ૨૫૦

(૨) પટેલ વિજયકુમાર પરસોતમદાસ મત ૨૨૪

(૩) પટેલ યસવંતકુમાર પરસોત્તમદાસ મત ૨૨૧

(૪)મોદી મિતુલકુમાર પ્રહલાદભાઈ મત ૧૯૮

Leave A Reply

Your email address will not be published.