Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા પાલિકાને આરોગ્ય વિભાગે સફાઈ કરાવવાની નોટિસ ફટકારી

0 85

રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા સફાઇ છેલ્લા કેટલાક સમયથી બરોબર થતી ન હોવાથી ઠેર ઠેર ગંધકી તેમજ ગટરના પાણી ઉભરાતા હોવાના સમાચારને લઇને આરોગ્ય વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી છે.

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જાણે વહીવટ ખોરવાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના કારણે નગરપાલિકા વિસ્તારમાં ભારે ગંધકી અને ગટરો ઉભરાતી જોવા મળી રહી છે. આ બાબતે ‘દિવ્ય ભાસ્કર’ માં સમાચાર પ્રગટ થતાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું અને આરોગ્ય વિભાગે નગરપાલિકા વિસ્તારમાં ગંધકી અને ગટરો ઉભરાતી હોવા બાબતે નોટિસ આપીને આવી ગટરો તાત્કાલિક ધોરણે સફાઇ કરાવવા તેમજ ઠેર ઠેર પડેલ ગંધકીના ઢગલાઓ તાત્કાલિક હટાવવા બાબતે જાણ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.