રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકામાં બિપરજોય વાવાઝોડાના વરસાદના કારણે ધાનેરા તાલુકાના જડીયા, હડતા, ભાટીબ, ચારડા, ડુગડોલ તેવા અનેક ગામડાઓમાં ભારે નુકસાન થતાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ખેડૂતોની મુલાકાત લઇ હૈયાધારણા આપી હતી.તેઓએ જણાવ્યું કે ગામડાઓમાં 2017 ના પુર કરતાં પણ બિપરજોય વાવઝોડાથી વધારે નુકસાન થયું છે.
બિપરજોય વાવાઝોડામાં રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ધાનેરાના ગામડાઓમાં ભારે વહેણ આવતા ખેતરોના પાળાઓ તૂટ્યા હતા. જેના કારણે આ વહેણમાં 50 ઘણો વધારો થતાં ધાનેરા તાલુકાના 35 કરતાં પણ વધારે ગામડાઓમાં પાણીના તોફાની વહેણ ચાલવાના કારણે ખેડૂતોને જાન-માલ તેમજ ખેતરો ધોવાઇ જતાં ભારે નુકસાન થવા પામ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ મુલાકાત દરમિયાન ખેડૂતોને સરકાર દ્વારા બને એટલી સહાય કરવામાં આવશે તેવી ભલામણ કરવા માટે પણ આશ્વાસન આપ્યું હતું.આ બાબતે તમામ અધિકારીઓ સાથે પણ વાર્તાલાપ કરીને નુકસાનીનો ત્રાગ મેળવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે 2017 કરતાં પણ આ પાણીએ ભારે વિનાશ વેર્યો છે. અમને ગાંધીનગર બેઠા એટલો તો નુકસાનીનો અંદાજ નહોતો પરંતુ અમારા ધાર્યા કરતાં વધારે નુકસાન થવા પામ્યું છે. તે પછી તેઓ ટીમ સાથે જ્યાંથી પાણી આવ્યું તેવા રાજસ્થાનના ગામડાઓની પણ વિઝીટ કરી હતી.