Publisher Theme
I’m a gamer, always have been.

વીરપુર તાલુકામાં વીરપુરની કન્યાશાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

0 7

રિપોર્ટર શૈલેન્દ્ર સોલંકી વીરપુર

સરકારશ્રી અને શિક્ષણ વિભાગના આયોજન અનુસાર આખા રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ વર્ષ -2023/24 ના કાર્યક્રમાં ઉજવાઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામા વિરપુરની કન્યાશાળામાં આજરોજ કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ સી.આર.સી સાહેબ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પિનાકીન ભાઈ શુક્લ, રાજકીય હોદ્દેદારો તેમજ આરોગ્ય વિભાગના આર.સી.એચ.ઓ.પરમાર સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.બી.જે.માલીવાડ સાહેબ તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓ, આગણવાડી કાર્યકરો તેમજ પ્રાથમિક શાળા પરિવાર ના કર્મચારીઓ તથા શાળાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સૌ પ્રથમ મુખ્ય મહેમાનોનું સ્વાગત કરી. કાર્યક્રમની સફળતા માટે આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 24 અંતર્ગત ધોરણ એકના બાળકો બાલવાટિકાના બાળકોને વિધિવતરીતે આવેલ મહેમાનો દ્વારા બાળકોને દફતર,શૈક્ષણિક કીટ,ચોકલેટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોરણ-૧ થી ૭ નો ગત વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં 1થી 3 નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ને આવેલ મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આવેલ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા શાળામાં સ્માર્ટ ક્લાસનું રીબીન કાપી ઓપનિંગ કરવામાં આવ્યું હતુ.જ્યાં આરોગ્ય સ્ટાફ દ્વારા શાળાના બાળકોને આભા કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.