રિપોર્ટર કાંતિભાઈ વી માળી બૌદ્ધિક ભારત થરાદ
થરાદ નાઈ સમાજ શૈક્ષણિક સંકુલ વાડી ખાતે ૧૧ જુને થરાદ -વાવ-સુઈગામ-ભાભર-દિયોદર -લાખણી નાઈ સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી મેગા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં ત્રણ તાલુકાના ૨૦૨૩ના વર્ષમાં ધોરણ ૧૦ અને ૧૨માં પાસ થયેલા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓને સંતશ્રી સેનજી મહારાજનો ફોટો અપાયો હતો. આ પ્રસંગે આંબાભાઈ સોલંકી, છાડસઢ પ્રગણાના પ્રમુખ માધાભાઈ નાઈ, ૨વજીભાઈ નાઈ, ધરમશીભાઈ નાઈ, રાજુભાઈ નાઈ, દિનેશ ભાઈ નાઈ (પ્રમુખ ) બબાજી વજીયાસરા, ઈસ્વરભાઈ નાઈ, રાયમલભાઈ નાઈ, અજાભાઈ નાઈ, બી કે નાઈ, શૈલેષભાઈ દિયોદરે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભોજનની વ્યવસ્થા ભરતભાઈ નાઈ, રાજેશભાઈ પઢિયાર,ડી ડી નાઈ, અજાભાઈ નાઈ, નવિનભાઇ નાઈ, પ્રેમજીભાઈ નાઈ,દાનાભાઈ જેતડા, મંડપના દાતા બબાજી વજીયાસરા, ચમનલાલ મહારાજના નાઈ. સેનજી મહારાજ ફોટાના દાતા નરપતલાલ નાઈ, સન્માન પત્રના દાતા બીકે નાઈ જોરાવરગઢ,ચા પાણીના દાતા થરાદ હેર સલુન એશોશીયન રહ્યું હતું. છ તાલુકાના સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારમાં થરાદ DYSP એસ એમ વારોતરીયા, સાયન્સ પ્રોફેસર ડો નિહારભાઈ, આર્ટ્સ પ્રોફેસર ભાવિકભાઈ ચાવડા,કોમર્સ પ્રોફ્સર ડોશરદભાઈ, આઈટીઆઈ પ્રોફેસર હિન્દુભાઈ માળીએ માર્ગદર્શન આપ્યું હતું.