Publisher Theme
I’m a gamer, always have been.

હિંમતનગરના માનનીય ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબે મહેતાપુરા, માલીવાડ, અને લાલપુર પ્રાથમિક શાળાઓ ખાતેહર્ષોઉલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો

0 10

રિપોર્ટર- વીરભદ્રસિંહ ઝાલાસાબરકાંઠા જિલ્લા બ્યુરો ચીફ

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગરના માનનીય ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબે આજ રોજ મહેતાપુરા, માલીવાડ,અને લાલપુર પ્રાથમિક શાળાઓ ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ એક ના બાળકોને કુમકુમ તિલક, રમકડાંની કીટ, ગિફટ આપી હર્ષોઉલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો. આ કાર્યક્રમમાં શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી જેવા વિષયો ઉપર વક્તવ્ય આપી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું તથા શાળાના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું અને સ્માર્ટ ક્લાસ નું ઉદ્ધઘાટન કર્યું..

Leave A Reply

Your email address will not be published.