Publisher Theme
I’m a gamer, always have been.

મોડાસાના દેવરાજ વિસ્તારમાં આગના કારણે અંધારપટ છવાયું; શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

0 5

રિપોર્ટર ઇશાક પઠાણ બૌદ્ધિક ભારત મોડાસા

મોડાસાના દેવરાજ મંદિર વિસ્તારની. આ વિસ્તારમાં દેવરાજધામ સહિત આસપાસ 15થી 20 સોસાયટીઓ અને બે ગામ આવેલા છે. આ વિસ્તારમાં લગભગ 10થી 15 હજાર લોકો રહે છે. તેઓને વીજ પુરવઠો નિયમિત પ્રમાણ સર મળે તે માટે વીજ વિભાગ દ્વારા દેવરાજ મંદિર વિસ્તારમાં મોટી વીજડીપી મુકેલી છે. આ વીજડીપીમાં એકાએક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ આખા દેવરાજ મંદિર વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. વીજડીપીમાં આગ વધુ પ્રસરતી ગઈ અને સંપૂર્ણ વીજડીપી આગની ચપેટમાં આવી ગઈ હતી. આગની જ્વાળાઓ જોઈ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને સમગ્ર ઘટના અંગે સ્થાનિકો એ વીજ વિભાગને જાણ કરી હતી.

Leave A Reply

Your email address will not be published.