રિપોર્ટર વિજય ઠક્કર બૌદ્ધિક ભારત ગાંધીનગર
આજે સવારે ગાંધીનગર ખાતે ના જુના સચિવાલયમાં આવેલા બ્લોક નંબર 17 ના પહેલા માળે આગ લાગ્યા ના સમાચાર મળતા ફાયર બ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી. આગની આ ઘટના હિસાબ અને તિજોરી નિયામકશ્રી કચેરી જ્યાં આવેલી છે ત્યાં બનવા પામેલ હતી. આ આગની ઘટનામાં કચેરીની ટીસી બ્રાન્ચને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહેલ છે. ફાયર બ્રિગેડ દ્વારા ટૂંક સમયમાં જ આગ બુઝાવી દેવામાં આવેલ હતી. કોઈ જાન હાની થયાના અહેવાલ નથી.