રિપોર્ટર સંજયભાઈ વસાવા સાઠંબા
અરવલ્લી જિલ્લાના બાયડ થી માધવ કંપા સુધીનો મોડાસા કપડવંજ હાઈવે રોડ પર દિવસના સેકડો ભારે વાહનો અવરજવર કરે છે પાંચ દિવસ પહેલા એક એલપી ગાડી ગટરમાં પલટી મારી હતી અને ગઈકાલે રાતના અંદાજે 10:00 વાગ્યાની આસપાસ એક આઇસર ઓવરટેક કરવા જતા કપચી ભરેલા ડમ્પર સાથે અથડાતા આઇસરે પલટી મારી હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતમાં ડમ્પરના ડ્રાઇવરનું સ્થળ ઉપર જ મોત થવા પામ્યું હતું અકસ્માત ની જાણ બાયડ પોલીસને થતા બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ડ્રાઇવરની ઓળખ કરાતા તે સાઠંબા નો હોવાનું જણાઈ આવ્યું હતું ડ્રાઇવરની લાશને બાયડ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપી બાયડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે