ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને હવન નું આયોજન કરવામાં આવ્યું
લાંબુ આયુષ્ય તંદુરસ્ત અને સતત લોકસેવામાં કાર્યરત રહે એ હેતુથી સાઈબાબા મંદિર ડીસા ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસને ગુજરાત યોગ બોર્ડ દ્વારા માન્ય વડા પ્રધાનનો લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત રહે એ હેતુથી સાઈબાબા મંદિર ડીસા ખાતે યોગ અને હવન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશ પાલ જી ના માર્ગદર્શન હેઠળ ડીસા યોગ કોચ ગોવિંદભાઈ લીમ્બાચીયા લક્ષ્મણભાઈ યાદવ વિજયભાઈ પટેલ નયનાબેન મહેતા/સંગીતાબેન ચૌધરી દ્વારા યોગ અને હવન કરવામાં આવ્યો હતો જેમાં ડીસાના બહોળી સંખ્યામાં યોગ ચાહકોએ લાભ લીધો હતો જેમાં ડીસાના ડોક્ટર દેવલ શાહ. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ઇશ્વરભાઇ ચૌધરી ડીસા નગરપાલિકાના કોપરેટર છાયાબેન નાઈ તેમજ ડોક્ટર અમી રામ ભાઈ જોશી /કે.કે શાસ્ત્રી (કિરણ મહારાજ)તરફથી મંત્રોચાર અને યજ્ઞ વિધિ દ્વારા હવન કરવામાં આવ્યો હતો.