અમદાવાદમાં ઈદગાહ સર્કલથી અસારવા તરફ જવાના બ્રિજને 15 દિવસ માટે અવરજવર અને વાહનો માટે બંધ કરવામાં આવતા વાહનોની લાંબી કતાર જોવા મળી
રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ
અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા તારીખ 31 5 2023 ના રોજ એક જાહેરનામું બહાર પાડીને, ઈદગાહ સર્કલથી અસારવા તરફ જવાના બ્રિજને 15 દિવસ માટે અવરજવર અને વાહનો માટે બંધ કરવામાં આવેલ છે. આ માટે જાહેરનામા બતાવવામાં આવેલ કારણ મુજબ, બ્રીજની મધ્યમાં રહેલ કોંક્રિટનું વજન વધી જતા, બ્રીજ નીચેથી પસાર થતી ટ્રેનો ઉપર કોંક્રિટ પડવાનો ભય, સર્વેયર દ્વારા દર્શાવવામાં આવેલ હોવાથી જરૂરી રીપેરીંગ કામ માટે ઈદગાહથી અસારવા તરફ જતો બ્રિજ આવનારા પંદર દિવસ માટે કોઈપણ પ્રકારના વાહન વ્યવહાર માટે સદંતર બંધ કરવામાં આવેલ છે. આ બ્રિજ સતત વાહન વ્યવહારથી ધમધમતો હોઈ, હાલમાં બ્રિજ પરના તમામ ટ્રાફિકને અસારવા બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે, જેને લઈને અસારવા બ્રિજ પર આખો દિવસ દરમિયાન વધુ પડતા વાહન વ્યવહાર ને લઈને ભારે અરાજકતા સર્જાયેલ જોવા મળેલ હતી. આ પરિસ્થિતિમાં ટીઆરપીના જવાનો કે ટ્રાફિક પોલીસના જવાનો ક્યાંય પણ જોવા મળેલ ન હતા. આમ અગાઉથી માહિતી હોવા છતાં, આ સ્થળે ટીઆરપી જવાનો અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ટ્રાફિક નિયમન માટે કરવી અત્યંત જરૂરી હોવા છતાં એ બાબત પર દુર્લક્ષ સેવવાને કારણે નાની મોટી તકરાર અને લાંબા સમય સુધી વાહનો ની કતારો જોવા મળેલ
