પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા નગરપાલિકા દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી માર્કેટ ( ત્રિકોણિયા માર્કેટ) માં ભોયતળીયાના દુકાનદારો દ્વારા દુકનોની આગળના પાર્કિંગમાં પતરાના શેડ બનાવી જગ્યા પચાવી પાડતા પ્રથમ માળના દુકાનદારોની ઉગ્ર રજુઆતોને લઇને પાલિકા દ્વારા આ દબાણદારોને ત્રણ દિવસમાં દબાણ હટાવવા માટે નોટિસ આપીને સરત ભંગની ચેતવણી આપવામાં આવી છે. ધાનેરા પાલિકા દ્વારા બનાવવામાં આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી માર્કેટ ( ત્રિકોણિયા માર્કેટ) માં ભોયતળીયાના દુકાનદારો દ્વારા દુકાનો આગળ પાર્કિંગની જગ્યામાં 10 ફુટ જેટલા પતરાના શેડ બનાવી તેમાં માલ ભરીને દબાણ કરવામાં આવ્યું છે. અને રસ્તો રોકી દેવાયો છે.આ અંગે વેપારીઓએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. ચીફ ઓફિસર રૂડાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, મંગળવારે 31 જેટલા વેપારીઓને 3 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો પતરાનો શેડ નહી ખોલે તો પાલિકા દ્વારા તેમની સામે ભાડાપટ્ટાના સરતભંગ ની કાર્યવાહી પણ કરવામાં આવશે.