પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા રહેનાવા ચેકપોસ્ટ ઉપરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક બસમાંથી 384 દારૂની બોટલો સાથે એક મહિલા અને બે પુરુષને ઝડપી પાડ્યા છે. ધાનેરા પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસને રોકાવી તેમાં તપાસ કરતા એક મહિલા અને બે પુરુષ શંકાસ્પદ લગતા તેમના બેગો ચેક કર્યા હતા. તેમાંથી 8 પેટી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટાફ નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમાં હતો. તે દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી એક લક્ઝરી બસ આવતાં તેને રોકાવી ચેકીંગ કરતા જતીનભાઈ ઉર્ફે રવિ નિતેશભાઈ, તેમજ ભુમિકાબેન નિમેશભાઈ અશ્વિનભાઈ, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળા ભુમિકાબેન બળવંતભાઈ વજેશીને દારૂના પાઉચ પેટી 08 કુલ બોટલો 384 કિંમત 32,256ના મુદામાલ સાથે પકડી ઝડપી પાડ્યા છે. ધાનેરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.