Publisher Theme
I’m a gamer, always have been.

નેનાવાની હોટલના સંચાલક પર હુમલો કરી તોડફોડ કરી ધાનેરા 9 કલાક પહેલાં આઠ શખ્સો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ

0 293

રિપોર્ટર : પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા પોલીસ મથકે ફરિયાદ ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલી હોટલના સંચાલક ઉપર હૂમલો કરી રાજસ્થાનના આઠ શખ્સોએ હોટલ તેમજ એક વાહનની તોડફોડ કરી હતી . આ અંગે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ધાનેરાના નેનાવા ગામે હાઇવે નજીક આવેલી ચા- નાસ્તાની હોટલે બુધવારે મોડીરાત્રે બે અજાણ્યા શખ્સો સાથે કાર લઇને આવેલા રાજસ્થાનના સાંચોર તાલુકાના મોટી વીરોલનો નારણભાઇ કાળુભાઇ રબારીએ હોટલ ઉપર કામ કરતાં ચેતનસિંહ પાસે જમવાનું માંગ્યું હતુ . જેણે અમે જમવાનું બનાવતાં નથી . તેમ કહ્યું હતું . આથી ઉશ્કેરાયેલા નારણભાઇએ હોટલ આગળ ખુલ્લામાં લધુશંકા કરી હતી . જેને ઠપકો આપતાં વીરોલ ગામ તરફ જતા રહ્યો હતો . અને મોડીરાત્રે ગાડીઓમાં સાત શખ્સો સાથે આવી હોટલમાં તોડફોડ કરી હતી . એક ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતા . અને હોટલના સંચાલક પાંચાભાઇ આંબાભાઇ પટેલને મારમાર્યો હતો . આ અંગે પાંચાભાઇએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.