Publisher Theme
I’m a gamer, always have been.

ગોધરા ખાતે યોજાયો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગનો જિલ્લા કક્ષા કલા ઉત્સવ કાર્યક્રમ

0 331

તાજેતરમાં પંચમહાલ જિલ્લાના તેલંગ વાણિજ્ય વિધાલય ગોધરા ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા દ્વારા જિલ્લાકક્ષાનો માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ ભારે દબદબાભેર સંપન્ન થયો. આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અન્વયે યોજાયેલ આ કાર્યક્રમમાં કુલ ચાર વિભાગમાં નિબંધ, ચિત્ર, વક્તૃત્વ અને કાવ્યગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંકુલ કક્ષાએ પ્રથમ આવેલ વિધાર્થી એ અહીં જિલ્લા કક્ષાએ પોતાની કલા શક્તિનું પ્રદર્શન કરવાનું હોય છે

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી.એમ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભાનુભાઈ પંચાલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સી. લેક્ચરર ઉમેશ ચૌહાણ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે મહેન્દ્રકુમાર પરમાર, કૌશિક પટેલ, વીનું બામણિયા, પ્રવીણ ખાંટ, અક્ષય જાદવ, દીવાકર શુક્લ, યાકુબખાન પઠાણ, મધુકર જોષી, જયેશ પ્રજાપતિ સહિત તજજ્ઞશ્રીઓ દ્વારા સુંદર કામગીરી કરેલ હતી. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે જિલ્લા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં જે વિધાર્થીએ પ્રથમ નંબર મેળવ્યો છે તે તમામને ઝોન કક્ષાએ ભાગ લેવા જવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સ્પર્ધામાં એક થી ત્રણ નંબરે આવેલ કલાકારને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં શિક્ષકો અને બાળકોએ કોવિડની ગાઈડલાઈન મુજબ હાજર રહ્યા હતા. આ કાર્યકમમાં સંકલન અને આયોજન બાબતે ડાયટના સી લે શ્રી ઉમેશભાઈ ચૌહાણ સહિત ભૂપેન્દ્રભાઈ પટેલ અને અક્ષયભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ જિલ્લા શિક્ષણ અને તાલીમ

Leave A Reply

Your email address will not be published.