Publisher Theme
I’m a gamer, always have been.

પાંથાવાડામાં વી-વેટ હોટલના સ્ટોર રૂમમાંથી રૂ. 51 હજારની કિંમતનું અફીણ જપ્ત

0 24

– થરાદ સીપીઆઈ અને એસઓજીની સંયુક્ત રેડ

– હોટલના માલીકે પ્રતિબંધિત અફીણનો રસ મધ્યપ્રદેશથી મંગાવ્યો હતો

દાંતીવાડા તાલુકાના પાંથાવાડાના ગુંદરી રોડ પર આવેલ હોટલ-વે વેઇટમાં પાસ પરમિટ વિના માદક અફીણનો રસ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે થરાદ સીપીઆઈ અને પાલનપુર એસઓજી પોલીસે હોટલમાં ઓચિંતી રેઇડ કરીને હોટલના સ્ટોર રૂમમાંથી રૂ.૫૧ હજારની કિંમતના અફીણના રસને ઝડપી પાડયો હતો. હોટલ માલિકે આ અફીણ મધ્યપ્રદેશથી મંગાવ્યું હોઈ અફીણ આપનાર અને રાખનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનના રાનીવાડા તાલુકાના ગુંદાઉ ગામનો નરેન્દ્ર કાળુંરામ વિર્શ્નોઈ નામનો શખ્સ દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નજીક ગુંદરી હાઇવે પર હોટલ વે-વેઇટ ચલાવે છે અને આ હોટલમાં પાસ પરમીટ વિના માદક પદાર્થ અફીણનો રસ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે થરાદ સીપીઆઈ જે.બી આસોડિયા અને પાલનપુર એસઓજી પોલીસની ટીમે આ હોટલમાં ઓચિંતી રેઇડ કરી હોટલમાં સ્ટોર રૂમની તલાશી લેતા તેમાંથી રૂ.૫૧ હજારની કિંમતનો ૩૪૦ ગ્રામ અફીણનો રસ મળી આવતા પોલીસે આરોપી હોટલ માલિકની અટકાયત કરી હતી. પોલીસે આ બનાવમાં અફીણ મોબાઈલ રોકડ રકમ મળી કુલ રૂ.૫૬૦૫નો મુદ્દામાલ કબ્જે કરી અફીણ રાખનાર હોટલ માલીક અને અફીણ મોકલનાર મધ્ય પ્રદેશના અજાણ્યા શખ્સ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ગુનો નોંધી આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave A Reply

Your email address will not be published.