Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના દેઢા ગામે લગ્નપ્રસંગમાં ગેસનો બાટલો ફાટતા એકનું મોત : પાંચ ઘાયલ

0 310

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના દેઢા ગામે રવિવારે સાંજે લગ્નના જમણવારની રસોઇ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં રસોડામાં કામ કરતા મજૂરોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પાંચ જણાને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દેઢા ગામે હરજીભાઇ હમીરભાઇ ચરમટાના પુત્ર નરેશભાઈના લગ્ન હતા. જેનો ભોજન સમારંભ 13 માર્ચના રોજ હોઇ રસોડાનો કોન્ટ્રાક્ટ રમેશભાઈ પ્રજાપતિને આપવામાં આવ્યો હતો. જ્યાં બધા કામ કરી રહ્યા હતા ત્યારે રવિવારે સાંજના 6 વાગ્યાના સુમારે કામ કરતી સમયે અચાનક ગેસનો બાટલો ફાટ્યો હતો. અને મોટો ધડાકો થતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં રસોડામાં કામ કરી રહેલા કાનારામ અચલારામ પ્રજાપતિ (ઉં.વ 55, રહે.રાજસ્થાન)ના બંને પગ કપાઈ ગયા હતા. જેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવતીના પણ આખા શરીર અને પગ ફાડી નાખ્યા હતા અને બીજા ચાર લોકોને પણ ગંભીર ઈજાઓ થતા તમામને ખાનગી વાહન મારફત તાત્કાલિક ધાનેરાની એક ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિએ તાત્કાલિક સારવાર હાથ ધરી હતી. જેમાં વધુ ઈજા પામેલ યુવતીને ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.