Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના થાવરની ખાનગી દૂધ મંડળીમાંથી રૂ. 9.84 લાખના દૂધની ચોરી થતાં ચકચાર

0 269

રિપોર્ટર :- પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના થાવર ગામે ગામના શખ્સ દૂધ મંડળીમાં કામ કરતાં વ્યકિતઓ સાથે મળી નવ દિવસ દરમિયાન રૂપિયા 9.84 લાખના 21,000 લીટર દૂધની ચોરી કરી હતી. આ અંગે મંડળીના માલિકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા તાલુકાના થાવરના દિનેશભાઇ ઉમાભાઇ પટેલ પોતાની દૂધ મંડળી ધરાવે છે. જેમના ત્યાંથી ગામના દિનેશભાઇ વાલાભાઇ પટેલ દૂધ લઇ જતાં હતા. જેમણે દૂધમંડળીમાં કામ કરતાં ધાનેરાના જાડીના રાજુભાઇ ડુંગરભાઇ કોળી, રાજસ્થાનના સુરાવાનો ડાહ્યાભાઇ વાગાભાઇ રબારી, થાવરનો સુરેશભાઇ કેહરાભાઇ ઠાકોર સાથે મળી તા. 30 ડિસેમ્બર 2022થી તા. 8 જાન્યુઆરી 2023 દરમિયાન મંડળીના સીસીટીવી કેમેરા બંધ કરી રૂપિયા 9,84,000નું 21,000 લીટર દૂધ કેનમાં ભરી ચોરી લીધુ હતુ. જે નાણાં પરત લેવા જતાં દિનેશભાઇના પિતા વાલાભાઇએ અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે દિનેશભાઇએ પાંચેય સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.