પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
આજે આપણા સુરતના આંગણે પધારેલ યુવાધન બચાવો અને નશા મુક્તિ અભિયાન લઇ ગોલ્ડન કોરિડોર દોડીને પૂરું કરનાર શ્રી રૂપેશભાઈ મકવાણા નું સ્વાગત આપણા સમાજના અગ્રણીઓએ કામરેજ મુકામે કરેલ હતું આપણા સમાજના સભ્ય પ્રકાશભાઈ વાઘેલા ને ત્યાં તેઓનું બપોરનું ભોજન તેમ જ આરામની વ્યવસ્થા કરવામાં આવેલ હતી રૂપેશભાઈ તેમજ તેમની સાથે આવેલ તેમના સહયાત્રીઓ ને શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આપણા સમાજ તરફથી 5100 રૂપિયા તેમજ પ્રમુખશ્રી શશીકાંતભાઈ તરફથી 5000 રૂપિયા તેઓને પ્રોત્સાહિત રાશિ આપવામાં આવેલ હતી ખૂબ જ ટૂંકી નોટિસમાં આ કાર્યક્રમમાં હાજર રહેલ સમાજના સભ્યોનો ખુબ ખુબ આભાર
