Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં આવેલ શ્રી ધાનેરા બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલય છેલ્લા ઘણા ટાઈમથી બંધ છે ,કેમ?

0 292

રિપોર્ટર પોપટ લાલ દરજી ધાનેરા

શ્રી ધાનેરા બંધુસમાજ સાર્વજનિક પુસ્તકાલય ની સ્થાપના તારીખ ૨૮ /૦૬/૧૯૫૬ છે .આ પુસ્તકાલય ધાનેરા તાલુકા મથકે આવેલ એકના એક માત્ર સાર્વજનિક પુસ્તકાલય છે સંચાલિત મહિલા અને બાળ પુસ્તકાલય છે આ પુસ્તકાલનો વહીવટ શ્રી ધાનેરા બંધુ સમાજ સાર્વજનિક કારોબારી કમિટી કરે છે કમિટીના 11 સભ્યો છે જેમાંથી ત્રણ ગુજરી ગયેલ છે નવ સભ્યો વહીવટમાં છે એમાં જે ત્રણ જૈન ટ્રસ્ટીઓ છે તે પોતાની ચલાવે છે કયારેય મિટિંગ બોલાવતા નથી બીજા ટ્રસ્ટીઓને કંઈ પણ પૂછવામાં આવતું નથી આ પુસ્તકાલય શરત ભંગ ના કારણે કલેકટર બનાસકાંઠા સીટી સર્વે ઓફિસર વગેરે બે વર્ષ પહેલા સીલ કરી ,બંધ કરવામાં આવેલ છે સાથે આ દુકાનો સાથે આ લાઇબ્રેરીના નિભાવ માટે બનાવેલ દુકાનોને પણ સીલ મારવામાં આવેલ છે હાલ બધા વેપારીઓ અને જે રોજ વાંચન કરવા આવતા હતા તે બધા જ વાચકો રખડી પડેલ છે પુસ્તકાલયમાં તમામ દૈનિક પેપરો આવતા હતા. આ પુસ્તકાલય તાલુકા મથકે એક જ હોય સરકારશ્રી દ્વારા હમણાં નવા પુસ્તકાલયો ચાલુ કરવાનું આયોજન છે તો સરકારે જે ચાલુ છે તે કેમ બંધ કરેલ અને ચાલુ કરવામાં કોઈ જ રસ નથી ,આ પુસ્તકાલયમાં અમૂલ્ય ગ્રંથો રામાયણ મહાભારત બાઇબલ કુરાને શરીફ અને જૂનામાં જૂનું ભગવદગીતા જૂનામાં જૂના વેદો એવા અમૂલ્ય હજારોની સંખ્યામાં પુસ્તકો અંદર સડી રહેલ છે

આ પુસ્તકાલય બંધ થવા પાછળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જ એક ન એકમાત્ર જવાબદાર વ્યક્તિઓ છે આ લોકો સંસ્થાને ફિક્સ ડિપોઝીટો જે અંદાજે 50 થી 60 લાખ રૂપિયાની છે તે પણ પોતાની પાસે રાખે છે તમામ રેકોર્ડ ઠરાવો‌ વગેરે પણ ઘરે રાખે છે અને સંસ્થાના કર્મચારીઓને પણ છુટા કરી દીધેલ છે એમને પણ પગાર ચૂકવવામાં આવેલ નથી અને જે મેન લાઈબ્રેરીયન હતા એમને બે વર્ષ પહેલાં એમના તમામ કામ કરતા કર્મચારીઓને પોતે નોકરી રાખતા હતા તો એ લોકોને પણ લાઇબ્રેરી દ્વારા દિવાળીના સમયે પેમેન્ટ આપેલ હતું આ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ જ પ્રત્યુતર કે જવાબ આપવામાં આવતો નથી આ પુસ્તકાલય સરકારશ્રી દ્વારા નિભાવ ગ્રાન્ટ મળે છે જે નિભાવ ગ્રાન્ટ સાર્વજનિક જનરલ વિભાગને 50000 મહિલા વિભાગની 30000 બાળ વિભાગની 30000 એમ કુલ આટલા રૂપિયા સરકાર દ્વારા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે જે ગ્રાન્ટ પણ છેલ્લા બે વર્ષથી બંધ છે તો આ કોના પાપે અને આવી સરસ પુસ્તકાલય હોય તો બંધ કરવા પાછળનું કારણ શું ?આ પુસ્તકાલય ના નિભાવ માટે આજુબાજુ દુકાનો બનાવેલ છે જે કોમરશિયલ હેતુ ન કરેલ હોય સીલ મારવામાં આવેલ છે પણ હેતુફેર કરીને હવે ફરીથી ચાલુ થઈ શકે એમ છે પણ એ કરવામાં માનતા ટ્રસ્ટીઓ ને પુસ્તકાલય ચાલુ કરવામાં કોઈ જ રસ લાગતો નથી ફક્ત અને ફક્ત એમની નજર પ્રોપર્ટી પર છે બીજા ટ્રસ્ટીઓને પૂછતો જણાવેલ કે ભાઈ 15 20 વર્ષથી આ લોકો ક્યારે મિટિંગ બોલાવતા નથી અમે લોકોએ રાજીનામાં સુપ્રત કરેલ છે જે મંજૂર કરીને અમને કોપી આપવામાં આવેલ નથી હાલમાં ત્રણ જ વ્યક્તિઓ વહીવટ કરે છે સરકારશ્રી દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી તારીખો ઉપર તારીખો આવે છે કે કેસ કઈ જગ્યાએ ચાલે છે

તે કંઈ જ ખબર પડતી નથી હાલતો વેપારીઓને હાલત કફોડી છે અને એમાં કામ કરતા કર્મચારીઓને પોતાનો ગુજરાન ચલાવવું ભારે થઈ ગયું છે સંસ્થા વાળા ને પૂછતા જણાવેલ કે જે વિદ્યાર્થીઓ વાંચતા હતા તે બરાબર ન હતા પણ જે વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીમાં વાંચીને તૈયાર થયા છે તેમાં એક વિદ્યાર્થી પીએસઆઇ માં અને હમણાં તાજેતરની પોલીસ ભરતીમાં પાંચ વિદ્યાર્થીઓ લાગ્યા છે એક વિદ્યાર્થી પોસ્ટ ઓફિસમાં કોઈ જીબીમાં વગેરે જગ્યાએ સરકારી નોકરીમાં લાગ્યા છે આ પુસ્તકાલયનો ઉપયોગ કરીને વાંચીને હાલમાં ધાનેરા શહેરમાં નવી નવી લાઇબેરીઓ બને છે જે લોકો વિદ્યાર્થીઓ પાસે તગડી રકમ વસુલીને સગવડ આપે છે જ્યારે આ પુસ્તકાલયમાં ફ્રીમાં વાંચતા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે અને હાલ જે તૈયારીઓ કરી રહ્યા છે તે બધા આ પુસ્તકાલય ક્યારે ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે આ પુસ્તકાલય ચાલુ કરવામાં કેટલો સમય લાગશે તે કહી શકાતું નથી પણ વિદ્યાર્થીઓ તો હાલ ઘરના પૈસા ખર્ચીને પ્રાઇવેટ લાઇબ્રેરીમાં વાંચવા માટે જવું પડે છે આખા તાલુકાની જનતા આ પુસ્તકાલયનો ઉપયોગ કરતી હતી એમાં લગભગ નોંધાયેલ સભ્યો બહેનો ભાઈઓ અને બાળકો છે તે તમામ લોકો પુસ્તકો લઈ જતા હતા અને તે લોકો રોજ વાંચવા પણ આવતા હતા. તો કોને પેટમાં દુખે છે? કે આ લાઇબ્રેરી ચાલુ કરવામાં !સાર્વજનિક છે, તો તાકીદે ચાલુ થાય એવી ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાની જનતા રાહ જોઇ રહી છે આ પુસ્તકાલય શરૂ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ ફરી એકવાર આંદોલન કરશે અને તાળા તોડીને અંદર વાંચવા બેસી જશે જેની અત્રે નોંધ લેવી ઘટે અને એના ગંભીર પરિણામો આવશે.હાલના સમય સંજોગો અને પરિસ્થિતિ જોતા ધાનેરા શહેર કે તાલુકાના કોઈ ટ્રસ્ટ વ્યક્તિએ જાહેર રીતની અરજી કરીને કલેકટર બનાસકાંઠા અને પ્રાંત સાહેબ ધાનેરા પાસે માગણી મૂકી આ ટ્રસ્ટ બધી શરતોને આધીન ચલવો જોઈએ કારણ આપણા વિદ્યાર્થીઓનું અને વાંચકોનુ હિત તેમા જ સમાયેલું છે બાકી આ લોકોના પેટનું પાણી પણ હલે નહીં ! આ પરિસ્થિતિમાં પુસ્તકાલયની અંદર જે ધાર્મિક ગ્રંથો વેદ ગીતા રામાયણ મહાભારત પુરાણો બાઇબલ આને કુરાને શરીફ 1920 ની સાલના ઘણા અમૂલ્ય પુસ્તકો સડી રહ્યા છે એ આપણો વારસો જાળવવા આવા પુસ્તકો મળે નહીં આવું અમૂલ્ય વારસો ધરાવતુ બનાસકાંઠા જિલ્લામાં આ એકમાત્ર જ પુસ્તકાલય છે .

Leave A Reply

Your email address will not be published.