માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આજરોજ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણી ખાતે નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આરોગ્ય કેમ્પમાં સ્પેશિયાલીસ્ટ તરીકે પાલનપુરની બચપન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.હર્ષ એચ.પ્રજાપતિ તથા પાલનપુરની પહલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.પ્રશાંત જી.પ્રજાપતિ દ્વારા દર્દીઓને નિ:શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર આપવામાં આવેલ.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણીના મેડિકલ ઓફિસર ડો.સતીશ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે આ કેમ્પમાં કુલ ૨૩૪ દર્દીઓએ આરોગ્યની સેવાઓનો લાભ લીધો હતો.જેમાં ૧૦૪ બાળકો,૪૨ સગર્ભા માતાઓ તથા અન્ય રોગોના ૮૮ દર્દીઓએ આરોગ્ય કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો.