રિપોર્ટર પોપટ લાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકામાં પણ છેલ્લા 1 મહીનામાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં 300 કરતા વધારે દર્દીઓએ ઓરીની સારવાર આપી છે. ત્યારે ધાનેરા આરોગ્ય તંત્ર પણ ધાનેરા શહેરમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેથી બે દિવસમાં 13,400 લોકોનું સર્વે કર્યું હતું. ધાનેરા તાલુકા આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગ દ્વારા ધાનેરા શહેરમાં બે દિવસ માટે15 ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ ટીમો દ્વારા બે દિવસમાં 2350 ઘરોમાં પહોંચીને 13,400 જેટલા લોકોનું સર્વે કર્યું હતું. જેમાં 475 લોકોને વેક્સિનનો વધારાનો 0 ડોઝ પણ આપ્યો હતો અને તેની સાથે સાથે 1148 લોકોને વિટામીન-એની ટેબ્લેટ પણ આપી હતી. ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો.લક્ષ્મીકાંત સોમાણીએ જણાવ્યું હતું કે અર્બન મેડિકલ ઓફિસર ડો. કૃપા પટેલ દ્વારા પણ સતત મોનિટરીંગ કરાય છે અને આગળના 22 જેટલા ઓરીના કેશ હતા તે પણ રીકવર થયેલ છે. હાલ કોઇ ઓરીના કેશ જોવા મળેલ નથી અને ધાનેરા શહેરની સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. ઓરી એ વાયરલ રોગ છે ડો. જીગ્નેશ હરીયાણી (ઇ.એમ.ઓ.) ઓરીની વેકસીન આપી હોવા છતાં 3 ટકા લોકોને ઓરી થતા હોય છે. આ ઓરી વાયરલ રોગ હોવાથી એકબીજાના ઇન્ફેકશનથી ફેલાય છે. માટે જેને ઓરી હોય તે વ્યક્તિને બહાર ફરવું પણ ના જોઇએ અને ઓરી અંગેની જાણ આરોગ્યના લોકોને કરાય તો તાત્કાલિક તેની સારવાર પણ ઘરે અપાશે. ક્યાંય પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નથી.