રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં એસટી સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે લોકોને વેપાર-ધંધા અર્થે તાલુકામાં આવવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હોય છે. અને ધાનેરા તાલુકો બોર્ડર ઉપર આવેલ હોવાથી અહીંયા લોકોને જીપોની પાછળ લટકી કે જીપ ઉપર બેસી જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. માટે ગામડાઓમાં એસટી બસની સુવિધા થાય તેવું જરૂરી છે.