Publisher Theme
I’m a gamer, always have been.

સગદલપુર ગ્રામ પંચાયત નો વહીવટ ખાડામાં.સગદલપુર ગ્રામ પંચાયત ના સરપંચ કોણ ? ગામ ની સ્ટેટ લાઈટો કેમ કપાઈ

0 62

રિપોર્ટર નાગજીભાઈ એસ બારોટ ગાંધીનગર જીલ્લા બ્યુરો ચીફ

સગદલપુર ગ્રામ પંચાયત સરપંચ કોણ ? પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના સગદલપુર ગામ નો વિકાસ ખાડા માં જતો જૉવા મળી રહયો છે.જ્યારે સરપંચ ના પતિ શ્રી વહીવટ કરી રહ્યાં છે તેવું સામે આવી રહ્યુ છે. વસંતકુંજ સોસાયટી માં એક અંબે માતા નું નાનકડું મંદિર સોસાયટીના ખર્ચે બનાવવામા આવી રહ્યુ હતુ તે પણ સરપંચ શ્રી ના પતિ એ રોકવી દિધ્યું છે. હાલ ની પોઝિશન માં અમર કુંજ તેમજ આવકાર સોસાયટી માં સ્ટેટ લાઈટ નું બીલ ₹ 32111 બાકી હોવાથી રખિયાલ જી ઇ બી દ્વારા લાઇટ કટ કરી દેવામા આવ્યુ.જ્યારે ચોરી ઓ ના બનાવો પણ વધતા જતા નજર આવી રહ્યા છે.જ્યારે ટુંક સમયમાં માં સગદલપુર ગ્રામ પંચાયત નું ટોટલી સ્ટેટ લાઈટ કટ કરવાની તૈયારી માં રખિયાલ જી. ઇ.બી.કરી રહીં છે.કારણ કે ટોટલ સ્ટેટ લાઈટ નું બીલ 76072 રૂપિયા સગદલપુર ગ્રામ પંચાયત દ્વારા ભરવામાં આવ્યુ નથી.

નવાઈ ની વાત એ સામે આવી રહી છે કે સગદલપુર ગામ માં કોઈ નું મૃત્યુ થતું નથી જેવા સંકેતો પણ જૉવા મળી રહ્યાં છે. કારણ કે આ ગામ માં 3000 હજાર ની વસ્તી ધરાવતું હોવા છતા સ્મશાન પણ જૉવા મળી રહ્યુ નથી. એ નાં કારણે કોઈ મૃત્યુ થાય તો તેણે આજુ બાજુના ગામમાં અંતિમ સંસ્કાર કરવા માં આવેશે.જ્યારે ગ્રામ પંચાયત ની અંદર અને મારવાડી વસાવત સ્કૂલ ની સામે દારૂની કોથરી ઓ ના ઢગલા જૉવા મળી રહ્યાં છે. શાળા ના વિદ્યાર્થીઓ ઊપર આની માઠી અસરો પડતી દેખાય છે.

અહિયાં ખુલ્લા માં દારૂનું વેચાણ થવાથી લોકો ખુલ્લા માં દારુ પિતા નજર આવી રહ્યા છે આ બધા પ્રશ્નો કેમ ઊભા થઈ રહ્યાં છે. કારણ કે ગામ માં મહિલા સરપંચ હોવાં છતાં તેમના પતિ વહીવટ કરી રહ્યાં છે તેવું ગ્રામ જનો પણ બોલી રહ્યા છે. ગ્રામ જનો એ પણ જણાવી રહ્યા છે કે ગામ માં સરપંચ કોણ છે તે પણ હજૂ જાણી શકાયું નથી ગ્રામજનો ટૂંક સમય માં કલેકટરશ્રીને આ વહીવટ કરતા સરપંચ શ્રી ના પતિ ની માહિતી પણ આપશે.બૌદ્ધિક ભારત ન્યૂઝ રિપોર્ટર નાગજીભાઈ એસ બારોટ ગાંધીનગર જીલ્લા બ્યુરો ચીફ દ્વારા ડુપ્લીકેટ સરપંચ નુ પરદા ફાસ પણ કરવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.