Publisher Theme
I’m a gamer, always have been.

અંબાજીના વકીલ વિકાસ જગદીશકુમાર અગ્રવાલ પર જાન લેવા હુમલાનો પ્રયત્ન, વકીલે એસ.પીને કરી રજૂઆત..

0 705

વકીલ વિકાસ અગ્રવાલના ઘરે જઈ માતાનું ગળું દબાવી હુમલાનો પ્રયત્ન

ગુજરાત ભરમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળતી હોય તેવું લાગી રહ્યું છે અમુક તત્વોને પોલીસ કે તંત્ર કે કાયદાનો કોઈ ડરજ ન હોય તેવું લાગી રહ્યું છે અંબાજી ખાતે રહેતા અને દાંતા કોર્ટમાં વકીલાત કરતા અંબાજીના જાગૃત વકીલ વિકાસ જગદીશકુમાર અગ્રવાલ પર 22 ડિસેમ્બરના રાત્રિના સમયે ઉમેશગીરી જયંતિગીરી ગોસ્વામી, ઋત્વિક નરેશકુમાર ગોસ્વામી સાથે જ કુલ 10 જેટલા અન્ય મળતીયાઓ મળી આ વકીલના ઘરે જઈ હુમલો કર્યો હોવાની વકીલે પાલનપુર એસ.પીને લેખિતમાં રજૂઆત કરી છે આ મળતીયાઓએ વકીલની માતાનું ગળું દબાવી નીચે પટકી દેતા વકીલની માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી…

દાંતા કોર્ટમાં વકીલાત કરતા અને અંબાજી ખાતે રહેતા વિકાસ જગદીશકુમાર અગ્રવાલ પર 22 ડિસેમ્બરના રાત્રિના સમયે ઉમેશગીરી જેન્તીગીરી ગોસ્વામી, ઋત્વિક નરેશકુમાર ગોસ્વામી તથા 10 જેટલા મળતીયાઓ મળી વકીલના ઘર આગળ આવી ભૂંડી ગાળો બોલવા લાગ્યા હતા અને જેમાંથી ઉમેશગીરી જેન્તીગીરી ગોસ્વામીએ જણાવેલ કે તું મારી પત્નીનો કેસ કેમ લડે છે જ્યારે વિકાસ અગ્રવાલ જે વકીલ છે તેમને જણાવ્યું કે તમારા પુત્ર અને તમારી પત્નીએ મને કેસ લડવા આપેલો છે જેથી હું કેસ લડું છું જ્યારે સામેવાળા ઉમેશગીરી જયંતિગીરી ગોસ્વામી ઉશ્કેરાઈ વિકાસ અગ્રવાલ પર હુમલો કરવા જતા વિકાસ અગ્રવાલના હાથ પર વાગી હતી જ્યારે તેમની માતા વચમાં પડતા આ ઈસમોએ તેમની માતાનું ગળું દબાવ્યું હતું જેને લઇ વકીલની માતા જમીન પર પટકાતા તમામ હુમલો કરવા આવેલ લોકો ત્યાંથી ભાગી છુટ્યા હતા અને ત્યારબાદ વકીલની માતાને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી સમગ્ર ઘટનાને લઇ પાલનપુર એસ.પી કચેરી ખાતે વકીલ વિકાસ જગદીશકુમાર અગ્રવાલએ સમગ્ર રજૂઆત કરી હતી અને લેખિત ફરિયાદ આપી હતી અરજીમાં વકીલે જણાવ્યું હતું જે સમય હુમલાની ઘટના બની. ત્યારબાદ પોલીસને ફોન કરતા અંબાજી પોલીસના કોઈપણ કર્મચારી નિવેદન લેવા આવ્યા ન હતા. આ સાથે જ આ લોકોએ અગાઉ પણ વિકાસ જગદીશકુમાર અગ્રવાલ પર ખોટી ફરિયાદ કરેલી છે અને ભવિષ્યમાં વકીલ ઉપર હુમલો થવાની સંભાવના પણ આ અરજીમાં વકીલએ વ્યક્ત કરી છે જ્યારે ઉમેશગીરી જેન્તીગીરી ગોસ્વામી, ઋત્વિક નરેશકુમાર ગોસ્વામી સાથે જ અન્ય 10 જેટલા મળતીયાઓ જે હૂમલો કરવા આવ્યા હતા તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવે નહીં તો આ લોકો વકીલ અને વકીલના પરિવારના કોઈ પણ સભ્ય ઉપર હુમલો કરે તેવી સંભાવના અંબાજીના વકીલ વિકાસ જગદીશકુમાર અગ્રવાલ વ્યક્ત કરી છે..

Leave A Reply

Your email address will not be published.