Publisher Theme
I’m a gamer, always have been.

૧૩૮ – ચેક બાઉન્સ કેસમાં કપડવંજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

0 60

એડવોકેટ જહુર ભાઈ મલેક ની ધારદાર દલીલોને અનુલક્ષીને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કપડવંજ વી એલ પરદેશી દ્વારા ઐતિહાસિક ચુકાદો

કપડવંજની એડિશનલ ચીફ જ્યુશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદી નવનીતભાઈ દેવજીભાઈ પટેલ દ્વારા આરોપી રવજીભાઈ અમરાભાઇ પરમાર રહે. લાંક તાલુકા બાયડ જિલ્લા અરવલ્લી સામે રૂપિયા પાંચ લાખના ચેક રિટર્ન થવાના કિસ્સામાં આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138 તથા 149 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કપડવંજ વી એલ પરદેશી સાહેબ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા દસ લાખના દંડની સજા ફરમાવવામાં આવી છે અને જો દંડની રકમ ભરવામાં ના આવે તો વધુ બે માસની કેદની સજા ફટકારવામાં આવી છે અને આરોપી હાજર ના રહેતા તેની સામે વોરંટ પણ ઇશ્યૂ કરવાનો નામદાર કોર્ટે આદેશ કર્યો છે. ફરિયાદી નવનીતભાઈ દેવજીભાઈ પટેલ કપડવંજને દંડની રકમમાંથી વ્યાજ સહિત મુદ્દલ રકમ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ જૂહુરભાઈ મલેક તથા આરોપી તરફે એડવોકેટ એમ એ શેખ ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.