Publisher Theme
I’m a gamer, always have been.

સતલાસણા તાલુકા પોલીસ સ્ટેશન માં માથામાં સીધી કુહાડી મારીને બે ત્રણ ધા મારીને જીવલેણ હુમલા નો બનાવ

0 177

સતલાસણા તાલુકા પોલીસ સ્ટેશન માં સતલાસણા આવેલ ભંગીવાસમાં રહેતા ચંપાબેન નાથાભાઈ ભંગી જે મજૂરી કરે છે. એમના પતિ નાથાભાઈ બેચરભાઈ ભંગી એમને બે વર્ષ થી લકવો પડેલ છે. ચંપાબેન આઠેક વાગે સફાઈ કામ કરવા ગયેલા. તે વખતે નાથાભાઈ ભંગી બહાર ખાટલા માં બેસી ને આરામ કરતા હતા તે સમયે ઉશ્કેરણી કરીને આવેલ ભંગી કાળુભાઈ ધર્માભાઈ રહે. સતલાસણા મનફાવે તેમ ગાળોબોલવા લાગયા.ઉશ્કેરયલા કાળુભાઈ દોડી એમના ઘરમાં થી કુહાડી લઇને આવેલ ગુસ્સાના આવેશ માં આવીને નાથાભાઈ ભંગીને માથામાં સીધી કુહાડી મારીને બે ત્રણ ધા મારીને જીવલેણ હુમલો કરેલ અને ત્યારબાદ જાન થી મારી નાખવાની ધમકી પણ આપેલ ત્યારબાદ નાથાભાઈ ભંગી ને સતલાસણા સિવિલ હોસ્પિટલ સતલાસણા દાખલ કરેલ ત્યાર બાદ ફરજ પર તબીબ પ્રાથમિક સારવાર કરીને વડનગર સિવિલ માં ઇમર્જન્સી વોર્ડ દાખલ કરીને સારવાર કરેલ ત્યારબાદ સતલાસણા પોલીસ સ્ટેશન માં ચંપાબેન એ કાળુભાઈ સામે સતલાસણા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરેલ છે. ફરિયાદ ના આધારે સતલાસણા ના ફરજ ના અધિકારી પોલીસ સબ ઈંસ્પેક્ટર એસ. આર. ચૌધરી તપાસ કરી રહ્યા છે.આરોપી જેલ હવાલે કરેલ છે.

Leave A Reply

Your email address will not be published.