Publisher Theme
I’m a gamer, always have been.

ઓલપાડના સાંધીએર ગામના રમત-ગમત ક્ષેત્રે ગોલ્ડ સહિતના મેડલોથી સન્માનિત દિવ્યાંગ યુવાન મહેન્દ્ર પ્રજાપતિનું વિશેષ સન્માન

0 37

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે તા.30, રવિવારના રોજ રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાપર્ણ અને વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવા પધાર્યા હતા. આ સમારોહમાં વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ સહિત અન્ય મેડલો પ્રાપ્ત કરનાર ગામના દિવ્યાંગ યુવાન મહેન્દ્રકુમાર અમરતભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર પણ હાજર હતો.તે સમયે આ દિવ્યાંગની સિદ્ધિ બાબતે ગામના સરપંચ મેહુલભાઈ આહિરે રાજ્યના કૃષિમંત્રી મુકેશભાઈ પટેલનું ધ્યાન દોર્યુ હતું.જેના પગલે દિવ્યાંગ મહેન્દ્રકુમાર અમરતભાઈ પ્રજાપતિને મંત્રીએ સ્ટેજ ઉપર બોલાવી તેની રમત-ગમત ક્ષેત્રની સિદ્ધિઓની માહિતી લીધી હતી.આ દિવ્યાંગ મહેન્દ્ર અને ઉપસ્થિત તેના પરિવારે જણાવ્યું કે,મહેન્દ્રએ ભારત સરકારના યુવા સાંસ્કૃતિક અને રમત-ગમત વિભાગની ૧૦૦ મીટર તથા ૨૦૦ મીટરની લાંબી દોડમાં બોન્ઝા મેડલ અને ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજય મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે..

જયારે નવસારી જિલ્લા કક્ષાની એથ્લેન્ટિક લાંબીકૂદ સ્પર્ધામાં અને ૧૦૦ મીટરની દોડ બંન્ને સ્પર્ધામાં
પ્રથમ ક્રમ મેળવ્યો હતો.આ ઉપરાંત રાજ્યના ખેલમહાકુંભમાં જલાલપોર(નવસારી)ખાતે એથ્લેન્ટિક લાંબીકૂદની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થઈ રાજ્યકક્ષાએ પહોંચ્યો હતો. જેના પગલે રાજ્યકૃષિ મંત્રી મુકેશભાઈ પટેલે સિદ્ધિ મેળવનાર દિવ્યાંગ યુવાન મહેન્દ્ર પ્રજાપતિનું પુષ્પ-બુકેથી વિશેષ સન્માન કરી અભિનંદન આપ્યા હતા.આ પ્રસંગે દિવ્યાંગના પરિવારજનોની આંખલડી હર્ષના અશ્રુથી છલકાઈ જવા પામી હતી.જયારે મંત્રીએ દિવ્યાંગ મહેન્દ્ર પ્રજાપતિને રમત-ગમત ક્ષેત્રે વધુ પ્રગતિ માટે મદદરૂપ થવાની ખાત્રી આપી દિવ્યાંગના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી..

Leave A Reply

Your email address will not be published.