Publisher Theme
I’m a gamer, always have been.

દાંતીવાડા ત્રણ રસ્તા પાસેથી પોલીસે દારુ ભરેલું પીકઅપ ડાલું ઝડપ્યું, લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

0 181

દાંતીવાડા પોલીસે દાંતીવાડા ત્રણ રસ્તા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન એક દારૂ ભરેલું પીકઅપ ડાલુ ઝડપી પાડ્યું હતું. જેમાં પીકઅપ ડાલામાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતાં બે ઈસમોને 515 જેટલી દારૂની બોટલો સાથે ઝડપી પાડી કુલ 5 લાખ 70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે આગળની તપાસ હાથ ધરી દાંતીવાડા પોલીસે દારૂ ભરેલું પીકઅપ ડાલુ ઝડપી પાડ્યું હતું. જેમાં દાંતીવાડા પોલીસ સ્ટાફ દાંતીવાડા ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ દરમિયાન બાતમી મળી હતી. તેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પીકઅપ ડાલું જ્યારે ગુપ્ત ખાનામાં દારુ લઈને જઈ રહ્યું હતું ત્યારે પોલીસે ડાલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. જેમાં 515 જેટલી દારુની બોટલો મળી આવી હતી સાથે 5 લાખ 70 હજાર 550નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બે ઈસમો નામે રબારી રેવદર રહે. સિરોહી રાજસ્થાન અને નરસિંહ માજીરાણા રહે. મહેમદાવાદ નડીયાદ દરવાજા ખેડાવાળાને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.