બાયડ તાલુકાની માનપુર(ડાભા) અને દોલપૂર દુધ મંડળીમાં બીએમસીયુના યુનિટોનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ બાયડ માર્કેટયાર્ડના સેક્રેટરી જીજ્ઞેશભાઈ પટેલ ડેરીના ડીરેક્ટર સુભાષભાઈ પટેલ સહિત સાબરડેરીના ઝોનલ અધિકારી ડૉ જે.કે પટેલ, બાયડ એમપીઓ હરેશભાઈ પટેલ ,સુપરવાઇઝર ભરતભાઈ, મેહુલભાઇ ,નિલેશભાઈ બંન્ને દુધ મંડળી ના ચેરમેન,સેક્રેટરી સહીત મંડળી નાં સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં દુધ ની ગુણવત્તા તેમજ દુધ મા વધારો કરવા તેમજ સંઘ ની વિવિધ યોજનાઓ વિશે માહિતિ આપવામાં આવી હતી જેનો લાભ મંડળીના વધુમાં વધુ લેવાય તે માટે સભાસદો સાથે ચર્ચા કરી ત્યારબાદ દૂઘની આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઉભા થતા પ્રશ્નો ના તત્કાલ નિરાકરણ માટે વાર્તાલાપ અને માર્ગદર્શનના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.