મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કડાણા ડેમ પર આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ ને અસામાજિક તત્વો દ્રારા તોડતા આદિવાસી સમાજ માં રોષ
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કડાણા ડેમ પર આદિવાસી સમાજ દ્રારા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ ઉભું કરેલું હતું. અને તારીખ 24/09/2022 ના રોજ રાત્રી દરમિયાન બિરસા મુંડા મૂર્તિને તોડી નાખવામાં આવી હતી. અને ખંડિત કરવામાં આવી હતી. તો આ સમગ્ર મામલો નજીકના સ્થાનિક લોકોને જાણ થતા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. અને સ્થાનિક આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના માણસોએ બધા ભેગા થઈ જે આ અસામાજિક તત્વો દ્રારા જે બિરસા મુંડા મૂર્તિ તોડી પાડવામાં આવી હતી. તો આ અજાણીયા અસામાજિક તત્વો પર અરજી આપવામા આવી છે. અને પોલીસ તંત્ર તપાસ કરી રહી છે. અને યોગ્ય તપાસ ના થાય તો આદિવસી સમાજના આગેવાનો દ્વારા 24 કલાક પછી ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામા આવી છે.